૧૦૧ ગુનાઓ આચરનારી દુધાણી ગેંગનો મુખ્ય સુત્રધાર ઝડપાયો : દસ દિવસના રિમાન્ડ | The main leader of the Dudhani gang which committed 101 crimes was arrested: Ten day remand

![]()
વડોદરા : વડોદરા શહેર જિલ્લા ઉપરાંત ગાંધીનગર અને પંચમહાલ સહિતના
જિલ્લામાં ઘરફોડ ચોરીઓ તેમજ શરીર સબંધી ગુનાઓ આચરી હાહાકાર મચાવનારી દુધાણી ગેંગના
મુખ્ય સુત્રધાર અજયસિંગને ગઇકાલે ઝડપી પાડવામાં આવ્યો હતો. આજે આરોપીને કોર્ટ સમર
રજૂ કરી તપાસ અધિકારીએ આરોપીના ૩૦ દિવસના રિમાન્ડનીમાંગણી કરતા ન્યાયાધીશે આરોપીના
તા.૨ ફેબુ્રઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, દુધાણી
ગેંગના સુત્રધાર અજયસિંગ દુધાણીની ગેંગમાં આઠ આરોપીઓ સામેલ હતા અને તપાસ
દરમિયાન આ ગેંગ દ્વારા ૧૦૧ ગુનાઓને અંજામ આપવામાં આવ્યો હોવાની વિગતો સપાટી પર
આવતા આ બનાવ અંગે ગેંગ સામે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ગુજસીટોક હેઠળ ગુનો દાખલ
કરવામાં આવ્યો હતો. આ ગુનામાં ફરાર અજયસિંગ દર્શનસિંગ દુધાણીને પોલીસે ગઇકાલે ઝડપી
પાડયો હતો.
આજે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા સ્પેશ્યલ સરકારી વકીલ
રઘુવીર પંડયાએ આરોપીના રિમાન્ડની માંગણી કરતા રજૂઆત કરી હતી કે, આ ગેંગ છેલ્લા ૧૦ વર્ષથી વડોદરા
શહેર અને ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં સંગઠિત ગુનાખોરીનું નેટવર્ક ચલાવે છે. આરોપી
અને તેની ટોળકી વિરુદ્ધ અત્યાર સુધીમાં મિલકત અને શરીર સંબંધી કુલ ૧૦૧ જેટલા ગંભીર
ગુનાઓ નોંધાયેલા છે.
આરોપીઓ રીઢા ગુનેગાર હોવાથી તપાસમાં સહકાર આપતા નથી, જેથી
ગેંગ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓથી મેળવેલી બિનહિસાબી મિલકતો અને નાણાંના રોકાણની
વિગતો મેળવવી અનિવાર્ય છે. વધુમાં, ગેંગના અન્ય ફરાર સભ્યોની
કડીઓ મેળવવા અને ગુનામાં વપરાયેલાં હથિયારો ક્યાં છુપાવ્યા છે તેની તપાસ માટે
આરોપીની પ્રત્યક્ષ હાજરી જરૃરી છે.ન્યાયાધીશે આરોપી અજયસિંગ દુધાણીના તા.૨
ફેબુ્રઆરી સાધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.



