गुजरात

27 જાન્યુઆરીએ 24 કલાક માટે અસારવા રેલવે ક્રોસિંગ નંબર 01 બંધ રહેશે, જાણો વૈકલ્પિક રૂટ | Ahmedabad Asarwa Railway Crossing No 01 will be closed on January 27 alternative route announced



Ahmedabad News: અમદાવાદના અસારવા વિસ્તારમાં રહેતા અને ત્યાંથી પસાર થતા વાહનચાલકો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ અને અસારવા રેલવે સ્ટેશન વચ્ચે ‘Y કનેક્ટિવિટી’ અંતર્ગત નવા ટ્રેક નાખવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે.

અસારવા રેલવે ક્રોસિંગ નંબર 01 એક દિવસ માટે બંધ

આ ટેકનિકલ કામકાજને પગલે 27 જાન્યુઆરીના રોજ સવારથી 24 કલાક માટે અસારવા રેલવે ક્રોસિંગ નંબર 01 તમામ પ્રકારના વાહનવ્યવહાર માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુસાફરોને હાલાકી ન પડે તે માટે રેલવે તંત્ર દ્વારા વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા પણ સૂચવવામાં આવી છે.

ચામુંડા બ્રિજનો ઉપયોગ કરવા સૂચન

પશ્ચિમ રેલવેએ જણાવ્યા મુજબ, અમદાવાદ અને અસારવા રેલવે સ્ટેશન વચ્ચે સ્થિત રેલવે ક્રોસિંગ નં. 01 (અસારવા રેલવે ક્રોસિંગ) પર વાઈ કનેક્ટિવિટી અંતર્ગત નવા ટ્રેકનું કામ પ્રસ્તાવિત છે. આ કામને કારણે આ રેલવે ક્રોસિંગ 27 જાન્યુઆરીના રોજ સવારે 8.00 વાગ્યાથી 28 જાન્યુઆરી 2026ના સવારે 8.00 વાગ્યા સુધી વાહનવ્યવહાર માટે બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન માર્ગ ઉપયોગકર્તાઓ ચામુંડા બ્રિજનો ઉપયોગ કરી શકશે.

આ પણ વાંચો: અમદાવાદ: અતિ વ્યસ્ત શાહીબાગ અંડરબ્રિજ 5 દિવસ માટે બંધ રહેશે, વાહનચાલકો માટે ડાયવર્ઝન જાહેર



Source link

Related Articles

Back to top button