गुजरात

અમદાવાદ ઍરપોર્ટ પર હાઇ-ઍલર્ટ જાહેર, મુસાફરોને 3 કલાક વહેલા પહોંચવા સૂચના | Ahmedabad airport High alert occasion of Republic Day airlines issue advisory


Ahmedabad Airport: આગામી 26 જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય ઉજવણીને અનુલક્ષીને અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ ઍરપોર્ટને હાઇ-ઍલર્ટ પર મૂકવામાં આવ્યું છે. 26 થી 31 જાન્યુઆરી સુધી સુરક્ષા એજન્સીઓ દ્વારા વધારાની તકેદારી રાખવામાં આવશે, જેના પગલે ઍરપોર્ટ અને વિવિધ એરલાઇન્સ દ્વારા મુસાફરો માટે મહત્ત્વની એડ્વાઇઝરી જાહેર કરવામાં આવી છે. મુસાફરોની સુરક્ષા તપાસમાં સમય વધુ જવાની શક્યતા હોવાથી તેમને નિર્ધારિત ફ્લાઇટના સમયના ઓછામાં ઓછા 3 કલાક પૂર્વે ઍરપોર્ટ પર પહોંચી જવા તાકીદ કરવામાં આવી છે.

અમદાવાદ ઍરપોર્ટ પર હાઇ-ઍલર્ટ જાહેર, મુસાફરોને 3 કલાક વહેલા પહોંચવા સૂચના 2 - image

તમામ એરલાઇન્સે સૂચના જાહેર કરી

સુરક્ષાના કડક અમલીકરણના ભાગરૂપે મુસાફરોના સામાનનું ડબલ ચેકિંગ કરવામાં આવશે. એરલાઇન્સે સ્પષ્ટ કર્યું છે કે, મુસાફરો પોતાની સાથે ચેક-ઇન બેગેજ ઉપરાંત માત્ર 7 કિલોની એક જ હેન્ડબેગ લઈ જઈ શકશે. ચેક-ઇન કાઉન્ટર્સ ફ્લાઇટ ઉપડવાના 60 મિનિટ પહેલા અને બોર્ડિંગ ગેટ 25 મિનિટ પહેલા બંધ કરી દેવામાં આવશે. ખાસ કરીને દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસના રિહર્સલને કારણે ફ્લાઇટના શિડ્યુલમાં ફેરફાર કે વિલંબ થઈ શકે છે, તેથી મુસાફરોને ઍરપોર્ટ સ્ટાફ સાથે સહયોગ કરવા અને ધસારો ટાળવા માટે વહેલા આવવા અપીલ કરાઈ છે.

અમદાવાદ ઍરપોર્ટ પર હાઇ-ઍલર્ટ જાહેર, મુસાફરોને 3 કલાક વહેલા પહોંચવા સૂચના 3 - image

આજે ખરાબ વાતાવરણને કારણે 10 ફ્લાઇટ મોડી પડી

બીજી તરફ, અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ અને ઓછી વિઝિબિલિટીને કારણે આજે ફ્લાઇટ ઓપરેશન પર માઠી અસર જોવા મળી છે. હવામાનમાં પલટાને કારણે કુલ 10 જેટલી ફ્લાઇટ્સ મોડી પડી છે, જેને પગલે મુસાફરો અટવાયા હતા. ઍરપોર્ટ સત્તાધીશોએ મુસાફરોને સલાહ આપી છે કે, ઘરેથી નીકળતા પહેલા પોતાની એરલાઇન પાસેથી ફ્લાઇટના ચોક્કસ સમયની જાણકારી મેળવી લેવી, જેથી ઍરપોર્ટ પર બિનજરૂરી હાલાકીનો સામનો ન કરવો પડે.

અમદાવાદ ઍરપોર્ટ પર હાઇ-ઍલર્ટ જાહેર, મુસાફરોને 3 કલાક વહેલા પહોંચવા સૂચના 4 - image

આજે(23 જાન્યુઆરી) નીચે મુજબની ફ્લાઇટને આવવામાં વિલંબ

-સ્ટાર એર S5 619

-સ્ટાર એર S5 425

-અકાસા એર QP 1926

-અકાસા એર QP 1325

-ઇન્ડિગો 6E 586

-એર ઇન્ડિયા AI 493

આ પણ વાંચો: ગુજરાત હાઈકોર્ટની સત્તાવાર ભાષા અંગ્રેજી, ગુજરાતીમાં દલીલો નહીં ચાલે, અરજી ફગાવાઈ

આજે (23 જાન્યુઆરી) નીચે મુજબની ફ્લાઇટને ઉપડવામાં વિલંબ

-સ્ટાર એર S5 108

-અકાસા QP 1332

-ઈન્ડિગો 6E 6731

-અકાસા એર QP 1102





Source link

Related Articles

Back to top button