गुजरात

વડોદરામાં પાણીની લાઈન જોડવાની કામગીરીને લીધે કારેલીબાગ ટાંકીના કમાંડ વિસ્તારમાં 1 લાખ લોકોને તા.27મીએ પાણી નહીં મળે | Vadodara : Due to water line connection work 1 lakh people of ​​Karelibagh tank will not get water



Vadodara Water Shortage : વડોદરા શહેરના સંગમ ચાર રસ્તે હાલની 500મિમી વ્યાસની લાઈનને નવી નાખવામાં આવેલી 450 મિમી વ્યાસની નવી નાખવામાં આવેલી લાઈનના જોડાણની કામગીરી આગામી તા. 27, જાન્યુઆરી, મંગળવારે કરાશે. જેથી કારેલીબાગ ટાંકીના કમાંડ વિસ્તારમાં કારેલીબાગ ટાંકીથી સંગમ ચાર રસ્તા અને એરપોર્ટ સર્કલથી ફતેપુરા ચાર રસ્તા સુધી તથા સંગમ સોસાયટી અને વિજયનગર તરફ સવારના પાણી મેળવતા વિસ્તારોમાં જે તે દિવસે મંગળવારે, તા.27મીએ સવારનું પાણી અપાશે નહીં. બીજા દિવસે તા. 28મીએ નિયત સમયનું પાણી ઓછા દબાણથી અને મોડેથી આપવામાં આવશે તેમ પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક દ્વારા જણાવાયું છે.



Source link

Related Articles

Back to top button