વિવિધ વોર્ડ વિસ્તારમા આવેલી ૨૭ હજાર ચાલીઓમાં સ્ટ્રીટલાઈટની સુવિધા અપાશે | Located in various ward areas so

![]()
અમદાવાદ,ગુરુવાર,22 જાન્યુ,2025
અમદાવાદના વિવિધ વોર્ડ વિસ્તારમાં આવેલી ૨૭ હજાર ચાલીઓમાં
સ્ટ્રીટ લાઈટની સુવિધા પુરી પાડવા નિર્ણય કરાયો છે.અંદાજે ત્રણ લાખથી વધુની
વસ્તીને પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ થશે.કોર્પોરેશન વાર્ષિક રુપિયા ૨.૫૦ કરોડનો ખર્ચ
કરશે.
શહેરના પૂર્વ ઉપરાંત ઉત્તર અને દક્ષિણ ઝોનમાં વિવિધ ચાલીઓ
આવેલી છે. આ ચાલીઓમાં રોડ,
પેવરબ્લોક ઉપરાંત પાણી અને ગટરની સુવિધા આપવામા આવી હતી પરંતુ સ્ટ્રીટ લાઈટનો
અભાવ હતો. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ કહયુ,ચાલીઓમાં ૯ મીટર
ઉંચાઈના વીજ પોલ નાંખવામા આવશે.આ માટેનો ખર્ચ જનરલ બજેટમાંથી કરવામા આવશે.શાહીબાગ
વોર્ડમાં મુખીવાસની ચાલી,
પથ્થરમીલની ચાલી, શાહપુરમાં
ટાટા એડવાન્સ મીલની ચાલી,
ખોખરામા ખોડિયારનગરની ચાલી,
શિવપ્રસાદ વકીલની ચાલી,
ગોમતીપુરમા નૂર ધોબીની ચાલી,સાબરમતીમા
રામનગર ,ઠાકોરવાસની
ચાલી, આંબાવાડી
વસાહત, વાસણામા
એકતાનગર ઉપરાંત બોડકદેવમા ચંદુભાઈની ચાલી,
લાંભામા ઈન્દિરાનગરની વિવિધ ચાલીઓનો સમાવેશ કરવામા આવશે.



