गुजरात

પાદરા અને આસોજમાં જુગાર રમતા ૮ જુગારીઓ ઝડપાયા | 8 gamblers caught gambling in Padra and Asoj



પાદરા, સાવલીપાદરા અને આસોજ ગામે જુગાર રમતા ૮ જુગારીઓને  પોલીસે ઝડપી પાડી  ૮૩ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પાદરા તાલુકાના ટોચીયાપુરા વિસ્તારમાં  સુરેશભાઈના  ખેતરના શેઢા પર જુગાર રમતા (૧) સુમીત રમેશભાઈ ઠાકોર (ઉ.વ.૨૮), (૨)  ચીરાગભાઈ નારાયણભાઈ ઠાકોર (ઉ.વ.૨૯) (૩)  જીતુ પ્રકાશભાઈ ઠાકોર (ઉ.વ.૨૫)ને જુગાર રમતા પોલીસે ઝડપીપાડયા હતા. જ્યારે  દિલીપ ઉર્ફે કલેજી ઠાકોર, જગદીશ સુરેશભાઈ ઠાકોર તાૃથા ઇલુ મારવાડી રેડ દરમ્યાન ભાગી ગયા હતા.પોલીસે રોકડા, મોબાઇલ ફોન મળીને કુલ  રૃ.૫૭,૧૦૦નો  મુદામાલ કબજે કર્યો છે. જ્યારે અન્ય એક બનાવમાં આસોજ ગામે જુગાર રમતા (૧) ફિરોજ અમરસિંહ ગોહિલ ગરાસીયા (૨) દીપક  અરમાનભાઈ રાવલ  (૩) નિલેશ કનુભાઈ ઠાકોર (ત્રણેય રહે. આસોજ) (૪) ખુમાનસિંહ ગંભીરભાઈ પરમાર  (૫) અરવિંદભાઈ ફતેસિંહ સોલંકી (બંને રહે .પીલોલ ગામ, તા. સાવલી) ને એલી.સી.બી.ની ટીમે ઝડપી પાડયા છે. જ્યારે આરોપી  ઈમ્તિયાઝ બસીરભાઈ ચૌહાણ ભાગી ગયો હતો. પોલીસે રોકડા અને મોબાઇલ ફોન સહિત ૨૬,૨૫૦ રૃપિયાનો  મુદ્દામાલ કબજે  કર્યો છે.



Source link

Related Articles

Back to top button