गुजरात
નવાપુરામાં ગેસ બિલ બાકીદારો પર વીજીએલની કાર્યવાહી | VGL takes action against gas bill defaulters in Navapura

![]()
શહેરના નવાપુરા વિસ્તારમાં આજે ગેસ વિભાગની ટીમે ઘણા સમયથી બિલની રકમ બાકી છે તેવા ગ્રાહકોના કનેકશન કાપવાની કાર્યવાહી હાથ ધરી હતી.
બ વડોદરા ગેસ લિમિટેડદ્વારા નવાપુરા વિસ્તારમાં આવેલ સ્લમ ક્વાટર્સ, મયુર એપાર્ટમેન્ટ, શ્રીનગર, નિકુલ એપાર્ટમેન્ટ, બોરડી ફળિયા, પરદેશી ફળિયા, પટેલ કોલોની, શિયા બાગ સહિતના વિસ્તારોમાં બાકી બીલની વસુલાત માટે બે અલગ-અલગ ટીમો સાથે નવાપુરા પોલીસ બંદોબસ્ત વચ્ચે કામગીરી કરી હતી.
રિકવરી ટીમે કુલ ૭૯ ગ્રાહકોના પરિસરની મુલાકાત લેતા કેટલાક ગ્રાહકોએ સ્થળ પર જ ગેસ બીલની ચુકવણી કરી હતી. ગેસના બાકી બીલની કુલ રૂ. ૪,૦૬,૭૮૪ની વસુલાત કરવામાં આવી છે. ઉપરાંત, જે ગ્રાહકોએ ગેસના બાકી નાણા ચૂકવ્યા નહોતા તેવા કુલ ૩૪ ગ્રાહકોના ગેસ કનેક્શન બંધ કર્યા છે. બંધ કરાયેલા કનેક્શનો પર બાકી વસુલાતની કુલ રકમ રૂ. ૧૦,૦૫,૧૪૧ છે.


