ઓસ્કાર 2026ની રેસમાંથી બહાર થઈ બોલિવૂડ ફિલ્મ ‘હોમબાઉન્ડ’! ફેન્સની આશાઓ પર પાણી ફર્યું | 98th Oscars: India’s ‘Homebound’ Fails to Secure Nomination

![]()
India’s ‘Homebound’ Fails to Secure Nomination in 98th Oscars : 98માં ઓસ્કાર નોમિનેશનની જાહેરાત કરાઈ છે. જેમાં ભારતીય ફેન્સની આશા પર પાણી ફર્યું છે. બોલિવૂડ ફિલ્મ હોમબાઉન્ડને નોમિનેશનમાં સ્થાન મળ્યું નથી.
ઈન્ટરનેશનલ ફિચર ફિલ્મ કેટેગરી માટે બોલિવૂડ ફિલ્મ ‘હોમબાઉન્ડ’ શોર્ટલિસ્ટ થઈ હતી. જે બાદથી ફિલ્મના કલાકારો તથા ચાહકો નોમિનેશનની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. જોકે આજે જાહેર કરાયેલા નોમિનેશનમાં હોમબાઉન્ડ સામેલ થઈ શકી નથી.
ઈન્ટરનેશનલ ફિચર ફિલ્મમાં આ ફિલ્મો થઈ નોમિનેટ
બ્રાઝિલ : ધ સિક્રેટ એજન્ટ
ફ્રાંસ : ઈટ વોઝ જસ્ટ એન એક્સિડેન્ટ
નૉર્વે : સેન્ટિમેન્ટ વેલ્યૂ
સ્પેન : SIRAT
ટ્યુનિશિયા : ધ વોઇસ ઓફ હિંદ રજબ
‘હોમબાઉન્ડ’ ફિલ્મના કલાકાર વિશાલ જેઠવાએ કહ્યું છે કે, ”ફિલ્મ ભલે નોમિનેટ ના થઈ શકી પણ 15 ફિલ્મોના શોર્ટલિસ્ટમાં સ્થાન મળવું પણ સન્માનની વાત છે. આ ફિલ્મનો હિસ્સો બનવા બદલ હું હંમેશા આભારી રહીશ. જેટલા લોકોએ ફિલ્મ જોઈ તેમને ખૂબ પસંદ આવી છે. જે સૌથી મોટી ઉપલબ્ધિ કહી શકાય.”
નોંધનીય છે કે આ ફિલ્મમાં ઈશાન ખટ્ટર, જાહ્નવી કપૂર અને વિશાલ જેઠવા લીડ રોલમાં હતા. શાલિની વત્સા, ચંદન, આનંદ જેવા સ્ટાર્સે પણ ભૂમિકા ભજવી. નીરજ ઘાયવાન ફિલ્મના ડાયરેક્ટર હતા અને કરણ જોહર પ્રોડ્યુસર.



