गुजरात

ગુજરાતમાં ભરશિયાળે માવઠાની આગાહી! 3 જિલ્લામાં યલો ઍલર્ટ, ઠંડી પણ વધશે | Gujarat Weather Update Unseasonal rains forecast in 3 districts


Gujarat Weather Update: ઉત્તર ભારતમાં પશ્ચિમી વિક્ષેપ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની શક્યતા છે. જેને લઈને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભરશિયાળે માવઠું પડી શકે છે. હવામાન વિભાગે કચ્છ સહિત ત્રણ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ઠંડીનું પણ જોર વધતું જોવા મળશે.

3 જિલ્લામાં યલો ઍલર્ટ

હવામાન વિભાગ મુજબ, કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ આજે ગુરુવારે(22 જાન્યુઆરી) યલો ઍલર્ટને પગલે કમોસમી વરસાદ થવાની સંભાવના છે. વીજળીના કડાકા સાથે વરસાદ થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા સૂચન કર્યું છે. 

ગુજરાતમાં ભરશિયાળે માવઠાની આગાહી! 3 જિલ્લામાં યલો ઍલર્ટ, ઠંડી પણ વધશે 2 - image

જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાત સહિત પાડોશી રાજ્ય રાજસ્થાનમાં પણ જોવા મળશે. જેમાં રાજસ્થાનના 6 જિલ્લામાં આજે ગુરુવારે માવઠાની આગાહી છે. 

આ પણ વાંચો: શક્તિસિંહ ગોહિલના ભત્રીજાની રિવોલ્વરમાંથી મિસફાયર થતા પત્નીનું મોત, આઘાતમાં પોતાને પણ મારી લીધી ગોળી

ઠંડીનું જોર વધશે

IMD અનુસાર, આગામી બે દિવસ રાજ્યમાં ઠંડીનું જોર વધતું જોવા મળશે. રાજ્યમાં 2-3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થવાથી ઠંડી વધશે. આજે(22 જાન્યુઆરી) અમદાવાદમાં 16.8 ડિગ્રી, ભુજમાં 15.4 ડિગ્રી, નલિયામાં 10.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું. 



Source link

Related Articles

Back to top button