गुजरात
જામનગરમાં પણ ધીમે ધીમે SIRનો મુદ્દો ગાજ્યો : આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેકટરને કાનૂની નોટિસ પાઠવી | Aam Aadmi Party sent a legal notice to jamnagar Collector for SIR activity

Jamnagar AAP Protest : સમગ્ર ગુજરાત રાજ્યભરમાં આમ આદમી પાર્ટી દ્વારા એસઆઇઆરના મુદ્દે તંત્ર સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે, જે મુદ્દો જામનગરમાં પણ ગાજયો છે, અને આમ આદમી પાર્ટીના સ્થાનિક કાર્યકરો દ્વારા જિલ્લા કલેકટરને નોટિસ પાઠવવામાં આવી છે.

આમ આદમી પાર્ટીના રાજ્ય પ્રમુખ ઈશુદાન ગઢવીએ પોતાના એડવોકેટ દ્વારા પાઠવેલી નોટિસની નકલ સાથે જામનગર જિલ્લાના પ્રમુખ રાજેન્દ્રસિંહ સોઢાની રાહબરી હેઠળ આમ આદમી પાર્ટીના કાર્યકરોએ આજે રેલી યોજીને જામનગર જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી જઈને નોટિસ પાઠવી છે.



