गुजरात

કન્ટેનરની ટક્કરે બાઈક પર જતા દંપતીનું મોત : પૌત્રના જન્મની ખુશી માતમના ફેરવાઈ | hit by container while riding bike: Joy over grandson’s birth turns to mourning



– ઉમરેઠથી ભાલેજ જતા જાખલાની સીમમાં અકસ્માત 

– પુત્રીના સમાચાર લેવા આણંદ જઈ રહેલા પિતાનું ઘટનાસ્થળે મોત, પત્નીએ હોસ્પિટલમાં દમ તોડયો

આણંદ : આણંદ જિલ્લાના ભાલેજ-લીંગડા રોડ પર બુધવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક પૂરઝડપે આવતા અશોક લેલેન્ડ કન્ટેનરના ચાલકે બાઈક સવાર દંપતીને અડફેટે લેતા બંનેના કરૂણ મોત નિપજ્યાં છે. આ અકસ્માતમાં બાઈક ચાલક આધેડ પર કન્ટેનરનું ટાયર ફરી વળતા તેમનું સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે પત્નીએ હોસ્પિટલમાં દમ તોડયો હતો.

પોલીસ ફરિયાદ મુજબ, ઠાસરા તાલુકાના ભરથરી ગામે રહેતા વિક્રમભાઈ કાળુભાઈ રાઠોડ (ઉ.વ. ૫૬)ની દીકરી સગુણાબેનને આણંદની હોસ્પિટલમાં પુત્રનો જન્મ થયો હતો. આ ખુશીના સમાચાર મળતા વિક્રમભાઈ અને તેમના પત્ની વનિતાબેન બુધવારે સવારે પોતાનું બાઈક લઈને દીકરીની અને નવજાત પૌત્રની ખબર કાઢવા આણંદ જવા નીકળ્યા હતા. ત્યારે બપોરે ૩.૦૦ વાગ્યાના સુમારે જ્યારે દંપતી ભાલેજથી લીંગડા તરફ જઈ રહ્યું હતું, ત્યારે જાખલા ગામની સીમમાં ભાવના સિમેન્ટ આટકલ્સ પાસે પાછળથી આવતા કન્ટેનરના ચાલકે બાઈકને ટક્કર મારી હતી. અકસ્માત બાદ વિક્રમભાઈ રોડ પર પટકાયા હતા અને કન્ટેનરનું ટાયર તેમના શરીર પર ફરી વળતા તેમનું ઘટનાસ્થળે જ અત્યંત મોત નીપજ્યું હતું. તેમના પત્ની વનિતાબેનને ગંભીર ઈજાઓ પહોંચતા ૧૦૮ મારફતે આણંદની ઝાયડસ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન સાંજે તેમણે પણ દમ તોડયો હતો. આ મામલે મૃતકના નાના ભાઈ દશરથભાઈ કાળાભાઈ રાઠોડે ભાલેજ પોલીસ સ્ટેશનમાં કન્ટેનર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.



Source link

Related Articles

Back to top button