વાહનચાલકો સાવધાન! આંખો અંજાવી દેતી LED લાઇટ લગાવી હશે તો થશે જેલ-દંડ, ગુજરાત સરકારનો મોટો નિર્ણય | Action will be taken against those who install white LED lights in vehicles

Action Against On LED Lights Vehicles: વાહનો પર અનઅધિકૃત રીતે લગાવેલી અતિ તીવ્રતા વાળી હેડ લાઇટ(White LED)ના કારણે ઘણી વખત અકસ્માત થવાની સંભાવના રહે છે. અતિ તીવ્રતા વાળી LEDથી રાત્રિના સમયે સામે આવતા વાહન ચાલકોને આંખોમાં સીધી અસર કરે છે, જેનાથી અકસ્માતની ઘટના થવાની શક્યતા રહે છે. આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાને લઈને તંત્રને અનેક રજૂઆત કરવામાં આવી છે, ત્યારે ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. આમ હવે, આંખો અંજાવી દેતી LED લાઇટ લગાવનાર વાહનચાલકોને જેલ અથવા દંડ થશે.

વાહન વ્યવહાર કમિશ્નર અનુસાર, વાહનો પર અનઅધિકૃત LED લાઇટ અને તીવ્રતાવાળા હેડલેમ્પના કારણે આંખ અંજાવવાના કારણે અકસ્માત થવાની શક્યતા રહે છે. ઘણાં કિસ્સામાં અકસ્માતે મૃત્યુની પણ ઘટના બને છે. આ મામલે મળેલી અરજીને ધ્યાનમાં રાખીને વાહનો પર ખોટી રીતે LED લાઇટ લગાવનાર સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.
આ મામલે વાહન વ્યવહાર કમિશ્નરે તમામ પ્રકારના વાહનો સામે સઘન એન્ફોર્સમેન્ટની કાર્યવાહી કરવા અને તમામ ડીલરશીપને વાહનો પર અનઅધિકૃત LED લાઇટ ન આપવા સહિત સઘન ચેકિંગ હાથ ધરવા જણાવ્યું છે.


