વડોદરાના મકરપુરા કૃત્રિમ તળાવમાંથી વિસર્જિત દેવી-દેવતાઓની મૂર્તિઓ ભેદી રીતે લઈ જવાતા લાગણી દુભાઈ | idols of gods and goddesses immersed in Makarpura artificial lake in Vadodara are missing

Vadodara Makarpura Lake : વડોદરા શહેરના દક્ષિણ છેવાડે મકરપુરા ગામના રસ્તે પાલિકા દ્વારા બનાવાયેલા કૃત્રિમમાં તળાવમાં વિસર્જન કરાયેલી શ્રીજી સહિત દશામાં અને માતાજીની મૂર્તિઓ બુલડોઝરથી બહાર કાઢી, પડદાથી ઢાંકી દઈ તોડી નંખાયા બાદ ડમ્પરમાં રાતના અંધારામાં ભેદી રીતે લઈ જવાથી હોવાની ઘટનાથી ધર્મ પ્રેમીઓની લાગણી દુભાઈ હોવાનો વિડીયો વાયરલ થતા ચકચાર મચી હતી. ઘટના સ્થળે પાલિકાનો કોઈ કર્મી તે અધિકારી પણ ન હતો. જન રક્ષક 112ની આવી પહોંચેલી પોલીસે ડમ્પરમાં છુપાયેલ ડ્રાઇવરની પૂછપરછ કરતા ઉટપટાંગ જવાબ આપતો હતો. મકરપુરા પોલીસ ઘટના સ્થળે ફરકી ન હતી.
ઉલ્લેખનીય છે કે, શહેરમાં વિવિધ ધાર્મિક તહેવારો પ્રસંગે માતાજી સહિત શ્રીજી અને દશામાની મૂર્તિનું સ્થાપન કરવામાં આવે છે. સતત દસ દિવસ સુધી સેવા પૂજા કરાયા બાદ સ્થાપન કરાયેલીવાજતે ગાજતે મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવે છે. આ અંગે પાલિકા દ્વારા વિવિધ વિસ્તારમાં કેટલાક કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે. જે પૈકીનું કૃત્રિમ તળાવ મકરપુરા ગામના હનુમાનજી મંદિર તરફના રસ્તે બનાવવામાં આવ્યું છે
આ કૃત્રિમ તળાવમાં ગણેશજીની મૂર્તિઓ સહિત દશામાં અને માતાજીની મૂર્તિઓનું વિધિપૂર્વક વિસર્જન અગાઉ કરવામાં આવ્યું હતું. આ તમામ મૂર્તિઓ પાણીમાં વિસર્જિત થઈ ન હતી. જ્યારે બીજી બાજુ ગઈ રાત્રે અંધારામાં આવેલા ભાડૂતી ડમ્પર અને બુલડોઝરના સહારે આ કૃત્રિમ તળાવમાં વિસર્જિત કરાયેલી શ્રીજીની મૂર્તિઓ તથા માતાજી અને દશામાની મૂર્તિઓ બહાર કાઢવામાં આવ્યા બાદ મૂર્તિઓની ચારે બાજુ પડદો લગાવીને તોડી નાખવામાં આવતી હતી ત્યારબાદ ડમ્પરમાં ભરીને લઈ જવાથી હોવાની જાણ થતા ધર્મ પ્રિય લોકોની ધાર્મિક લાગણી દુભાઈ હતી. આ અંગે કેટલાક જાગૃત તો નાગરિકોએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં બદામ અંગે જાણ કરી હતી પરંતુ લાંબા સમય સુધી કોઈ ફરક્યું ન હતું. પરંતુ જનરક્ષક 112ને જાણ કરાતા ગણતરીની મિનિટોમાં આવી ગયા હતા. તપાસ દરમિયાન ડમ્પરમાં છુપાયેલા ડ્રાઇવરને બહાર કાઢવામાં આવ્યો હતો અને પૂછપરછ કરતા ઉટપટાંગ જવાબ આપતો રહ્યો હતો. જોકે ઘટના સ્થળે પાલિકાનો કોઈ કર્મી કે અધિકારી પણ ન હતો. જેથી આ કાર્યવાહી સંદર્ભે ભેદભરમ સર્જાયા હતા. બનાવ અંગે જો સઘન તપાસ કરવામાં આવે તો ચોકાવનારી વિગતો બહાર આવવાની શક્યતા નકારી શકાતી નથી.



