गुजरात
વડોદરા પોલીસે કાર અને રીક્ષાની ચોરી કરનાર બે વાહન ચોરને ઝડપી પાડ્યા | Vadodara Police nabs two vehicle thieves who stole car and rickshaw

![]()
Vadodara Vehicle Theft : વડોદરા પોલીસે કાર તેમજ રીક્ષાની ચોરી કરનાર જુદા-જુદા બે વાહન ચોરને ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરી છે.
જેતલપુર રોડ પર ચીકુવાડી ખાતે આવેલા અમી જરા એપાર્ટમેન્ટ પાસેથી ગઈ તા.15મી એ કારની ચોરીનો બનાવ બન્યો હતો. જે બનાવમાં સીસીટીવી ફૂટેજને આધારે પોલીસે આજવા રોડના લેપ્રસી ગ્રાઉન્ડ પાસેથી સમીર અશોકભાઈ ઠાકોર (રસુલાબાદ,આજવારોડ)ને કાર સાથે ઝડપી પાડ્યો હતો.
અન્ય એક બનાવમાં સમાના કૈલાશપતિ મહાદેવ નજીકથી ગઈ તા.14 મીએ રાત્રે એક રીક્ષાની ચોરીનો બનાવ બન્યો હતો. જે બનાવવામાં પોલીસે ફતેગંજ રોડ પરથી રાજુ રૂપચંદ ડામોર(ફતેગંજ શ્રીનગર સોસાયટી પાસે ઝુંપડામાં, મૂળ મધ્ય પ્રદેશ) ને રીક્ષા સાથે ઝડપી પાડ્યો છે.



