गुजरात

પોલેન્ડના વર્ક પરમિટ વિઝા અપાવવાનું કહી ૬.૬૯ લાખ પડાવી લીધા | 6 69 lakhs were extorted by asking for a work permit visa for Poland



 વડોદરા,પોલેન્ડમાં વર્ક પરમિટ વિઝા આપવાનું કહી ૯ લોકો સાથે છેતરપિંડી કરી ૬.૬૯ લાખ પડાવી લેનાર બે આરોપી સામે કપુરાઇ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ  હાથ ધરી છે.

વાસણા ભાયલી રોડ પર ગ્રીન ફિલ્ડ – ૩ માં રહેતા અલ્પાબેન નગીનભાઇ પટેલ રસોઇ કામ કરે છે. કપુરાઇ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, માર્ચ – ૨૦૨૨ માં  હું બર દુબઇ ખાતે નવ મહિના માટે નોકરી કરવા ગઇ હતી.તે સમયે મારી સાથે શિલ્પાબેન કૈલાસભાઇ રાજપૂત (રહે. વાડી ખેડકર ફળિયા) નોકરી કરતા હોઇ તેઓની સાથે ઓળખાણ થઇ હતી. નવ મહિના પછી અમે પરત આવી ગયા હતા. એપ્રિલ – ૨૦૨૫ માં શિલ્પાબેન રાજપૂતે મને કહ્યું હતું કે, પોલેન્ડના વરસો સિટિ પ્લેટીનમ હોસ્પિટલમાં કેર ટેકર તરીકે નોકરી છે. જેમાં ૧.૧૦ લાખ પગાર છે. ત્યારબાદ તેમણે મારી મુલાકાત સેમ્યુણલ ક્રિશ્ચન (રહે. આસોપાલવ એપાર્ટમેન્ટ, સોમા તળાવ, ડભોઇ  રોડ) સાથે  કરાવી હતી. તેમણે મારી પાસેથી ૩૮,૫૦૦ રૃપિયા લીધા હતા. પરંતુ, મને  પોલેન્ડ નહીં મોકલતા મેં પૈસા  પરત માગતા તેણે પૈસા પરત આપ્યા નહતા. મારી તથા અન્ય ૮ લોકો  પાસેથી કુલ રૃપિયા ૬.૬૯ લાખ પડાવી લઇ શિલ્પાબેન રાજપૂત તથા સેમ્યુઅલ ક્રિશ્ચને છેતરપિંડી કરી હતી. 

કોની પાસેથી કેટલા રૃપિયા પડાવી લીધા

(૧) શીતલબેન હરિભાઇ રાજપૂત ૮૭,૫૬૦

(૨) કૃપાંશી મનુભાઇ વાઘેલા ૧,૨૩,૦૦૦

(૩) રાકેશ ગણેશભાઇ પટેલ ૧,૩૦,૦૦૦

(૪) દક્ષાબેન ભયજીભાઇ પરમાર ૩૮,૦૦૦

(૫) વિભૂતિબેન ત્રિભોવનભાઇ મકવાણા ૫૧,૦૦૦

(૬) જયાબેન સંજયભાઇ બિહારી ૭૧,૦૦૦

(૭) દામિનીબેન મહેન્દરભાઇ ગુરુમ ૯૫,૦૦૦

(૮) કૃષ્ણાકુમાર અલ્પેશભાઇ ત્રિવેદી ૩૫,૦૦૦

(૯) અલ્પાબેન નગીનભાઇ પટેલ ૩૮,૫૦૦



Source link

Related Articles

Back to top button