વાસ્તવિક નહીં સોશ્યલ મીડિયા પર ટ્રમ્પે ગ્રીનલેન્ડ પર યુએસનો ઝંડો લગાડયો : કેનેડા અને વેનેઝુએલાને યુએસનો ભાગ દર્શાવ્યો | Not real: Trump planted US flag on Greenland on social media

![]()
– ટ્રમ્પનું કહેવું છે અમેરિકાની રાષ્ટ્રીય સલામતી માટે ગ્રીનલેન્ડ યુ.એસ.ના હાથમાં હોય તે અનિવાર્ય છે : ખનીજો અને રણનીતિ રૂપે પણ તે અતિ મહત્વનું છે
નવી દિલ્હી : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે (૨૦મી જાન્યુઆરીએ) સોશ્યલ મીડિયા ઉપર એક નવો નકશો રજૂ કર્યો હતો. તેમાં કેનેડા, વેનેઝુએલા અને ગ્રીનલેન્ડને અમેરિકાના ભાગ તરીકે દર્શાવાયા છે. ટ્રમ્પે આ નકશો તેમના સોશ્યલ મીડીયા ટ્રૂથ સોશ્યલ ઉપર પોસ્ટ કર્યો છે. આ નકશો આર્ટિફિશ્યલ ઈન્ટલિજન્સ દ્વારા તૈયાર કરાયો હોવાનું માનવામાં આવે છે.
આ નકશામાં અમેરિકાનો આકાર ઘણો મોટો દર્શાવવામાં આવ્યો છે. તેમાં પાડોશી દેશો કેનેડા અને દક્ષિણ અમેરિકાના દેશ વેનેઝુએલાને તથા ડેન્માર્કના સ્વાયત્ત ક્ષેત્ર ગ્રીનલેન્ડને પણ અમેરિકાનું ક્ષેત્ર દર્શાવાયું છે.
આ ઉપરાંત ટ્રમ્પે એક તસ્વીર પણ પોસ્ટ કરી છે જેમાં તેઓની એકબાજુ ઉપપ્રમુખ જે.ડી. વાન્સ અને બીજી બાજુ વિદેશમંત્રી માર્કો રૂબિયાને દર્શાવાયા છે. તેઓને સાથે રાખી ટ્રમ્પ અમેરિકાનો ઝંડો લગાડતા દેખાય છે અને તે સાથે એક પ્લેટ દેખાય છે જેની ઉપર લખ્યું છે ગ્રીનલેન્ડ યુ.એસ. ટેરીટરી-૨૦૨૬ (ગ્રીનલેન્ડ અમેરિકા ક્ષેત્ર સ્થાપના- ૨૦૨૬).
કેનેડા અંગે પણ તેમણે તેમનો જૂનો દાવો દોહરાવ્યો છે. ગત વર્ષ પ્રમુખ પદ સંભાળ્યા પછી તેમણે કહ્યું હતું કે, કેનેડા અમેરિકાનું ૫૧મું રાજ્ય બનશે. જોકે તે દાવાને કેનેડાએ ફગાવી દીધો છે. તે પછી બંને દેશો વચ્ચે વ્યાપાર અને તેમજ ટેરીફ અંગે વિવાદ વધ્યો છે.
વેનેઝુએલા ઉપર તેમણે પહેલીવાર દાવો કર્યો છે. જ્યારે ગ્રીનલેન્ડ રાષ્ટ્રીય સલામતી તથા દુર્લભ ખનીજો માટે તેઓ ઈચ્છે છે તે સર્વવિદિત છે.

