गुजरात

GPSC પરીક્ષાના કૉલ લેટરની તારીખો જાહેર, આજથી એક અને છ પરીક્ષાની હૉલ ટિકિટ ફેબ્રુઆરીમાં ડાઉનલોડ થશે | GPSC exam call letter download date announced


GPSC Exam : ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) ભરતીની તૈયારી કરતાં ઉમેદવારો માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં GPSC દ્વારા જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં યોજાનારી 7 અલગ-અલગ ભરતી પ્રક્રિયાની પ્રાથમિક-મુખ્ય પરીક્ષા માટે કૉલ લેટર (હૉલ ટિકિટ) ડાઉનલોડ કરવાની તારીખ જાહેર કરી છે. આ અંગે GPSCએ નોટિફિકેશન જાહેર કર્યું છે. 

આ પણ વાંચો: અમદાવાદમાં JEE-2026 પરીક્ષા અંગે પોલીસ કમિશનરની સૂચના, પરીક્ષા કેન્દ્રોની આસપાસ 100 મીટર સુધી નો એન્ટ્રી

GPSC પરીક્ષાના કૉલ લેટરની તારીખો જાહેર

GPSC અનુસાર, જાહેરાત ક્રમાંક 9/2024-25ની કચેરી અધિક્ષક/વિજિલન્સ ઓફિસર વર્ગ-3ની ભરતી સંબંધિત વિષયની પરીક્ષા 28 જાન્યુઆરી, 2026ના રોજ લેવાશે, જેના કૉલ લેટર 20 જાન્યુઆરીથી ડાઉનલોડ કરી શકાશે. જ્યારે અન્ય 6 પરીક્ષાના કૉલ લેટર ફેબ્રુઆરી મહિનાની અલગ-અલગ તારીખના રોજ ડાઉનલોડ થઈ શકશે. વધુ માહિતી માટે GPSCની સત્તાવાર વેબસાઈટ gpsc-ojas.gujarat.gov.in પરથી મેળવી શકાશે.

GPSC પરીક્ષાના કૉલ લેટરની તારીખો જાહેર, આજથી એક અને છ પરીક્ષાની હૉલ ટિકિટ ફેબ્રુઆરીમાં ડાઉનલોડ થશે 2 - image





Source link

Related Articles

Back to top button