गुजरात
ગુજરાતની બસનો રાજસ્થાનમાં અકસ્માત, ટ્રક સાથે ટક્કરમાં 4 મોત, 16 ઈજાગ્રસ્ત | Rajasthan Jodhpur Accident between Gujarat Parsing bus and truck in4 dead 16 injured

![]()
Rajasthan Accident: રાજસ્થાનના જોધપુરમાં ગુજરાત પાર્સિંગની બસ અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા. 16 લોકો ઇજાગ્રસ્ત થયા છે. જોધપુર-જેસલમેર નેશનલ હાઈવે-125 પર કેરુ ગામમાં મુલાનાડા રોયલ્ટી નાકા પાસે બસ અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી.
બસમાં સવાર મોટા ભાગના લોકો ગુજરાતના અરવલ્લી જિલ્લાના રમાણા અને રૂપણ ગામના રહેવાસી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. જેઓ રામદેવરા (જેસલમેર)માં બાબા રામદેવના દર્શન કરીને ગુજરાત પરત ફરતા હતા ત્યારે સાંજે 4:30 કલાકની આસપાસ અકસ્માત નડ્યો છે.
સ્થાનિક શાસ્ત્રી નગર પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં અરના ધોધ પાસે આ અકસ્માત થયો છે, સ્થાનિક પોલીસ મુજબ, બસમાં કુલ 20 લોકો હતા. જેમાં ચાર લોકોના મોત થયા હોવાની પુષ્ટિ થઈ છે. જ્યારે 16 ઈજાગ્રસ્તોને મથુરાદાસ માથુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.


