राष्ट्रीय

હું ભિખારી નથી…’ ઈન્દોરના કરોડપતિ માંગીલાલ કેસમાં ટ્વિસ્ટ, કલેક્ટરે કહ્યું – તપાસ બાદ જ કાર્યવાહી | im not beggar my photo viral due to misunderstanding new twist in case of indore beggar mangilal



Indore Beggar Mangilal Case: તાજેતરમાં જ ઈન્દોરમાં સામે આવેલા કથિત “કરોડપતિ ભિખારી” માંગીલાલ કેસમાં નવો વળાંક આવ્યો છે. વહીવટીતંત્ર દ્વારા ભિખારી ગણાવીને રેસ્ક્યુ કરવામાં આવેલ દિવ્યાંગ  માંગીલાલનો પરિવાર હવે સામે આવ્યો છે અને તેમણે સરકારી દાવાને ખોટા ગણાવ્યા છે. ભત્રીજાએ દાવો કર્યો કે, જ્યારે મેં આશ્રયસ્થાનમાં માંગીલાલ સાથે મુલાકાત થઈ ત્યારે તેમણે કહ્યું કે, હું ભિખારી નથી. તે પૈસા વસૂલવા માટે સરાફા બજારમાં જતો હતો અને કોઈ ગેરસમજને કારણે તેની તસવીરો ભિખારી તરીકે પ્રસારિત થઈ ગઈ. માંગીલાલના ભત્રીજાએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, વહીવટીતંત્ર દ્વારા જે સંપત્તિને કાકાની બતાવવામાં આવી રહી છે, તે તથ્યાત્મક રૂપે યોગ્ય નથી અને તેને લઈને ગેરસમજ ફેલાવવામાં આવી છે.

વહીવટીતંત્રએ દાવો કર્યો હતો કે, માંગીલાલ પાસે ત્રણ પાકા મકાનો છે, જેમાં એક ત્રણ માળની ઇમારત પણ સામેલ છે. આ ઉપરાંત તેના નામે ત્રણ ઓટો-રિક્ષા પણ છે, જે તેઓ ભાડે આપી છે. એટલું જ નહીં તેની પાસે એક કાર પણ છે જેના માટે ડ્રાઈવર પણ રાખ્યો છે. આ દાવાઓ પછી આ મામલો ખૂબ ચર્ચામાં આવ્યો અને સોશિયલ મીડિયાએ માંગીલાલને લખપતિ અને કરોડપતિ ભિખારી કહેવા લાગ્યા.

મારા કાકાની સંપત્તિ અંગે ખોટી જાણકારી આપવામાં આવી રહી

માંગીલાલના ભત્રીજાએ વહીવટીતંત્રના દાવાઓ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, મારા કાકાની સંપત્તિ અંગે ખોટી જાણકારી આપવામાં આવી રહી છે. જે ત્રણ માળના મકાનની વાત કરવામાં આવી રહી છે તે ઘર મારી માતાના નામે નોંધાયેલું છે. સરકારી રેકોર્ડમાં બધું સ્પષ્ટ છે. તે મકાન માટે જે લોન લેવામાં આવી હતી તે લોનના હપ્તા હું પોતે ભરું છું. અમારી પાસે તેને લગતા બધા દસ્તાવેજો છે.   તેમણે એમ પણ કહ્યું કે, એક અન્ય મકાનને લઈને પરિવારનો કોઈ બીજા વ્યક્તિ સાથે વિવાદ ચાલી રહ્યો છે, જે હાલમાં કોર્ટમાં પેન્ડિંગ છે.

આ પણ વાંચો: ગજબનો ‘ભિખારી’… 3-3 મકાન અને રીક્ષા-કારનો માલિક, લોકોને વ્યાજે પૈસા આપી પણ કમાય

ભત્રીજાના જણાવ્યા પ્રમાણે માંગીલાલ ક્યારેય ભીખ માંગવા માટે સરાફા બજારમાં નહોતો ગયો. તેમણે કહ્યું કે, મારા કાકા સરાફા બજારમાં નાના કામદારોને પૈસા ઉધાર આપતા હતા. જ્યારે હું તેમને આશ્રયસ્થાનમાં મળ્યો ત્યારે તેમણે મને કહ્યું

કે, હું મારા પૈસા લેવા માટે ત્યાં જતો હતો. શારીરિક રીતે હલનચલન કરવામાં અસમર્થતાને કારણે તેઓ લાકડાની સ્લાઇડિંગ ગાડી પર બેસીને ફરે છે. આનાથી લોકોને વિશ્વાસ થયો કે તેઓ ભીખ માંગી રહ્યા છે, અને તેમના ફોટા વાયરલ કરી દીધા.

આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે ઈન્દોર વહીવટીતંત્રે શહેરને ભિખારી મુક્ત બનાવવા માટે એક ખાસ ઝુંબેશ શરૂ કરી. મહિલા અને બાળ વિકાસ વિભાગને સ્થાનિક રહેવાસીઓ પાસેથી માહિતી મળી કે સરાફા વિસ્તારમાં એક અપંગ વ્યક્તિ ભીખ માગી રહ્યો છે. માહિતીના આધારે કાર્યવાહી કરીને ટીમે માંગીલાલને રેસ્ક્યુ કર્યો અને તેને આશ્રય ગૃહમાં મોકલી દીધો.

સરાફા બજારમાં વ્યાજ પર 4 થી 5 લાખ રૂપિયા આપ્યા છે

ભીખ માગણી નાબૂદી અભિયાનના નોડલ ઓફિસર દિનેશ મિશ્રાએ જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે માંગીલાલ 2021-22થી ભીખ માંગી રહ્યો છે. તેમના જણાવ્યા પ્રમાણે તેમણે સરાફા બજારમાં વ્યાજ પર 4 થી 5 લાખ રૂપિયા આપ્યા છે, જેનાથી તેમને દરરોજ 1000થી 2000 રૂપિયાની આવક થતી હતી. આ ઉપરાંત તેઓ ભીખ માંગીને દરરોજ 400 થી 500 રૂપિયા કમાતા હતા. તેમણે એ પણ જણાવ્યું કે, માંગીલાલને એક આશ્રય ગૃહમાં રાખવામાં આવ્યો છે.

તપાસ બાદ જ કાર્યવાહી કરવામાં આવશે

ઈન્દોર જિલ્લા કલેક્ટર શિવમ વર્માએ કહ્યું કે, વહીવટીતંત્રને આ વ્યક્તિની સંપત્તિ વિશે પ્રાથમિક માહિતી મળી છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે તમામ તથ્યો અને દસ્તાવેજોની તપાસ કર્યા પછી જ આગળની કાર્યવાહી કરવામાં આવશે. ચકાસણી વિના કોઈ અંતિમ નિષ્કર્ષ કાઢવામાં આવશે નહીં. કલેક્ટરે એ પણ પુનરોચ્ચાર કર્યો હતો કે, ઈન્દોરમાં ભીખ માગવી, ભિક્ષા આપવી અને ભિખારીઓ સાથે કોઈપણ પ્રકારનું લેવડ-દેવડ કાયદેસર રીતે પ્રતિબંધિત છે. આ સમગ્ર મામલે ભીખ નાબૂદી માટે કામ કરતી NGO પ્રવેશના અધ્યક્ષ રૂપાલી જૈનનો આ બાબતે અલગ મત છે. તેમનું કહેવું છે કે માંગીલાલનો કેસ માત્ર કાયદાનો જ નહીં, પણ માનવીય સંવેદનાનો પણ છે.



Source link

Related Articles

Back to top button