गुजरात
જામનગરના લાલ બંગલા સર્કલમાં કોંગ્રેસ દ્વારા ઉત્તરપ્રદેશના માધ મેળા સાધુ સંતોના અપમાનના સંદર્ભમાં રસ્તા રોકો આંદોલન કરાયું : પોલીસ દ્વારા 19ની અટકાયત | 19 Congress workers detained after protest Jamnagar Lal Bungalow Circle

Jamnagar Congress : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં માધ મેળામાં સ્નાન વખતે સાધુ સંતો સાથે અપમાનજનક વર્તન કરવાના સંદર્ભમાં જામનગર શહેર યુવક કોંગ્રેસ દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, અને લાલ બંગલા સર્કલમાં રસ્તા રોકો આંદોલન કરાયું હતું. જે દરમિયાન પોલીસ દ્વારા 19 કાર્યકરોની અટકાયત કરી લેવાઈ હતી.

ઉત્તર પ્રદેશની યોગી સરકાર સાધુ સંતો સાથે અપમાનજનક કાર્ય કરી રહી છે, અને કેન્દ્રની ભાજપ સરકાર ચૂપ છે. તેના સંદર્ભમાં આજે શહેર યુવક કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા દ્વારા લાલ બંગલા સરકારમાં રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું, અને હાથમાં પોસ્ટર દર્શાવીને વિરોધ કરાયો હતો. જે દરમિયાન પોલીસે કુલ 19 કોંગી કાર્યકરોની અટકાયત કરી લીધી હતી. જોકે પાછળથી તમામને મુક્ત કરી દેવામાં આવ્યા છે.



