गुजरात

રાજકોટમાં દુઃખદ ઘટના: ખોખરી ગામમાં વોકડામાંથી પિતા-પુત્રના મૃતદેહ મળ્યાં, 4 દિવસથી ગુમ હતા | Missing Father Son Found Dead in Khokhari Village Stream in Rajkot



Rajkot News: રાજકોટના પડધરી તાલુકાના ખોખરી ગામમાં ચાર દિવસથી ગુમ થયેલા પિતા અને પુત્રના મૃતદેહ ગામના વોકડામાંથી મળી આવતા સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે.

16 જાન્યુઆરીથી ગુમ હતા પિતા-પુત્ર

મળતી માહિતી અનુસાર, અનુસાર, ખોખરી ગામના 27 વર્ષીય રાજેશ ડાવર અને તેમનો છ વર્ષીય પુત્ર અરુણ ડાવર 16મી જાન્યુઆરીના રોજ ગુમ થયા હતા. પરિવારજનોએ તેમની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ કોઈ પત્તો લાગ્યો નહોતો. તપાસ દરમિયાન આજે (20મી જાન્યુઆરી) ગામના વોકડામાંથી બંનેના મૃતદેહ મળી આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા જ ગ્રામજનોના ઉમટી પડ્યા હતા અને પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો: ચંડોળા-ઈસનપુર બાદ હવે વટવાનો વારો, અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા મેગા ડિમોલિશન શરૂ

હાલ પડધરી પોલીસે બંને મૃતદેહોનો કબજો મેળવીને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટના અકસ્માત છે કે કંઈક બીજું તે અંગે હાલ અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. પિતા-પુત્ર વોકડામાં કેવી રીતે પડ્યા અને ડૂબ્યા તે અંગેનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે.  



Source link

Related Articles

Back to top button