गुजरात

ગુંદાળા ગામ નજીકથી ગાંજાનો જથ્થો ભરેલી કાર સાથે બે શખ્સ ઝબ્બે | Two men arrested with a car loaded with marijuana near Gundala village



– બન્ને શખ્સ કારમાં ગાંજાની હેરાફેરી કરતા હતા

– એસઓજીએ સૂકો ગાંજો, મોબાઈલ કાર મળી રૂ. 4.37 નો મુદામાલ કબ્જે લીધો

ગઢડા : ગઢડાથી ઢસા રોડ ઉપર ગુંદાળા ગામ નજીકથી એસઓજીએ વનસ્પતિજન્ય સુકો ભેજયુક્ત ગાંજાનો જથ્થો ભરેલી કાર સાથે બે શખ્સને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બોટાદ એસઓજીનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન બાતમી મળી હતી કે,ગઢડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઢડાથી ઢસા રોડ ઉપર ગુંદાળા ગામ આજુબાજુ એક સફેદ કલરની ઈકો ગાડી નં. જીજે-૦૧-આરઝેડ ૧૧૬૭ લઇને દિગ્વિજયસિંહ મહોબતસિંહ ગોહિલ તથા દિવ્યેશ ભુપતભાઈ નાથજી  વનસ્પતિજન્ય સુકો ભેજયુક્ત ગાંજો રાખી નિકળનાર છે જે બાતમીના આધારે ઢસા ગઢડા રોડ ગુંદાળા ગામ નજીક વોચ ગોઠવી ત્યારે પસાર થઈ રહેલ કારને અટકાવી તલાશી લેતા સુકો ભેજવાળો વનસ્પતિ જન્ય ગાંજાનો જથ્થો કુલ ૦૪ કિલો ૪૪૧ ગ્રામ ગ્રામની રૂ.૨,૨૫,૦૫૦ ગણી તથા મોબાઇલ ફોન ૨ કિ.૧૨,૦૦૦ તથા ઇકો કાર રૂ. ૨,૦૦,૦૦૦ મળી કુલ રૂ.૪.૩૭,૦૫૦ નો મુદામાલ મળી આવતા પોલીસે બન્ને શખ્સની ધરપકડ કરી તેના વિરુદ્ધ ગઢડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ભરતકામ કરેલી થેલીમાં ગાંજાનો જથ્થો છુપાવ્યો હતો

સૂકા ગાંજાનો જથ્થો ભરતકામ કરેલી થેલી અને પ્લાસ્ટિકના ઝબલા છુપાવીને બન્ને શખ્સ હેરા ફેરી કરવા જતા પોલીસના હાથે ચડી ગયા હતા.પોલીસે ભારત કામ કરેલી થેલીની અંદર તલાશી લીધી ત્યારે ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.



Source link

Related Articles

Back to top button