गुजरात

ખેડૂતોના વિરોધ વચ્ચે દ્વારકા નજીક એરપોર્ટ નિર્માણ માટે સર્વેનો પ્રારંભ | Survey begins for construction of airport near Dwarka amid farmers’ protests



ફળદ્રૂપ જમીન છોડીને અન્યત્ર એરપોર્ટ બનાવવા ખેડૂતોની માગ : પ્રાંત અધિકારી સહિતની ટીમ 8 દિવસ સુધી પ્રાથમિક સર્વે કરશે : દબાણો સામે કાર્યવાહીનો નિર્દેશ

દ્વારકા, : દ્વારકા નજીકના વસઈ, મેવાસા, ગઢેચી અને કલ્યાણપુર ગામની જમીનમાં પ્રસ્તાવિત એરપોર્ટ પ્રોજેકટ અંતર્ગત  પ્રાંત અધિકારીની આગેવાનીમાં પ્રાથમિક સર્વેની કામગીરીનો પ્રારંભ કરાયો છે. વસઇ ગામે યોજાયેલી બેઠકમાં ખેડૂતો દ્વારા આ સર્વે કામગીરીનો વિરોધ કરાયો છે.

થોડા સમય પૂર્વે દ્વારકા યાત્રાધામને એરપોર્ટની સુવિધા આપવાના હેતુથી દ્વારકા નજીકના વસઈ, મેવાસા, ગઢેચી અને કલ્યાણપુર એમ ચાર ગામોની જમીન પર પ્રસ્તાવિત એરપોર્ટ નિર્માણની જાહેરાત કરાયા બાદ આજરોજ દ્વારકાના પ્રાંત અધિકારી અમોલ આવટે તથા અધિકારીગણની હાજરીમાં પ્રાથમિક સર્વેની કામગીરીનો પ્રારંભકરાયો છે. સર્વે નંબરો પૈકી અમૂક જમીનો સરકારી માલીકીની છે જ્યારે અમૂક જમીન ખાનગી માલીકીની છે. વસઇ ગામે આજરોજ શરૂ થયેલી સર્વેની કામગીરી  ૭-૮ દિવસ સુધી ચાલે તેવી સંભાવના છે. વસઇ ગામે યોજાયેલી બાઠકમાં ખેડૂતોએ એરપોર્ટ નિર્માણાધીન  પ્રોજેકટને વસઈ આસપાસની ફળદ્પ જમીન પર ન કરવા અને અન્યત્ર ખસેડવા તંત્રને રજૂઆતો કરવામાં આવેલ છે. 

ચાર ગામના અસરગ્રસ્ત ખેડૂતોએ  ખેડૂત આગેવાનોએ જણાવેલ કે આ વિસ્તારની જમીનો ફળદ્પ છે. તાજેતરમાં માવઠામાં ઊંચા વળતરની ચૂકવણી સરકાર દ્વારા કરવામાં આવી છે.  જે સરકારી ચોપડે જમીનો ફળદ્પ હોવાનું ફલિત થાય છે. તો આ અગાઉ પણ ખેડૂતો દ્વારા વસઈ આસપાસની ફળદ્પ જમીનો આપવાના ઈન્કાર સાથે વખતો વખત મીટીંગો યોજી અને સરકારમાં લેખીત વિરોધ વ્યકત કરી પ્રોજેકટને અન્ય જગ્યા પર ખસેડવા રજૂઆતો કરવામાં આવી છે. જો કે પ્રાંત અધિકારીએ એમ પણ જણાવ્યું છે કે સરકાર હસ્તકની જમીનો પરના દબાણો દૂર કરવા રેવન્યૂ રાહે કાર્યવાહી કરાશે. સર્વેની કામગીરી બંધ નહીં રહે.



Source link

Related Articles

Back to top button