गुजरात

સાપુતારા-નાસિક હાઈવે પર ‘રસ્તા રોકો’ આંદોલન : ત્રીજા દિવસે પણ હજારો લોકો રસ્તા પર | Day 3 of Tribal Protest on Saputara Nashik Highway



Tribal Protest On Saputara-Nashik Highway : સાપુતારા-નાસિક નેશનલ હાઈવે પર સતત ત્રીજા દિવસે રસ્તા રોકો આંદોલનને પગલે જનજીવન પ્રભાવિત થયું છે. આદિવાસી સભા દ્વારા આપવામાં આવેલા ‘રસ્તા રોકો’ આંદોલન કારણે નાસિક શિરડી જતાં ભાવિકો સહિતના મુસાફરોને હાલાકી વેઠવી પડી રહી છે. 

રસ્તા રોકો આંદોલન સતત ત્રીજા દિવસે યથાવત્

સાપુતારા-નાસિક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર કોમ્યુનિસ્ટ પાર્ટી અને આદિવાસી સભા દ્વારા આપવામાં આવેલા રસ્તા રોકો આંદોલનનો આજે(19 જાન્યુઆરી) ત્રીજો દિવસ છે. વન અધિકાર, સિંચાઈ, રોજગાર અને પેસા એક્ટના કડક અમલીકરણ જેવી વિવિધ માંગણીઓ સાથે હજારો આદિવાસીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. 

આ પણ વાંચો: VIDEO | અમદાવાદ: ખોખરામાં ધોળા દિવસે મહિલાના ગળામાંથી ચેઈન સ્નેચિંગ, સીસીટીવીમાં કેદ થઈ ચોરની કરતૂત

હાઈવે પર વાહનોની લાંબી કતાર

ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં પ્રવેશતા પેઠ, ધરમપુર અને સાપુતારા નજીક બોરગાવ ખાતે અચોક્કસ મુદતના ચક્કાજામને કારણે હાઈવે પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. એસટી બસો સહિત નાસિક અને શિરડી તરફ જતાં સેંકડો પ્રવાસીઓ રસ્તામાં અટવાયા છે. 



Source link

Related Articles

Back to top button