गुजरात

બીસીએ ચૂંટણીમાં દાવેદારી માટે ઉમેદવારો ફોર્મ ભરવા પહોંચ્યા, આજે અંતિમ તારીખ | Candidates arrive to fill out forms to contest in BCA elections last date today



BCA Election : આગામી તા.15 ફેબ્રુઆરીએ બીસીએના 2026-29ના કાર્યકાળ માટે યોજાનારી ચૂંટણી અંતર્ગત વિવિધ પદો માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ચૂંટણી અધિકારી દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ આજે ઉમેદવારી ફોર્મ જમા કરવાની છેલ્લી તારીખ છે. બીસીએની ચૂંટણીને લઈને ક્રિકેટપ્રેમીઓ તેમજ એસોસિયેશનના સભ્યોમાં ભારે રસ જોવા મળી રહ્યો છે.

આગામી કાર્યકાળ માટે કોની આગેવાની હેઠળ બરોડા ક્રિકેટ આગળ વધશે તે અંગે ઉત્સુકતા છે. આજે ફોર્મ જમા કરાવવાની અંતિમ તારીખ છે. પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના 31 પદો માટે ઉમેદવારો ફોર્મ જમા કરાવી દાવેદારી નોધાવશે. 

ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તા.21 જાન્યુઆરી છે. ફાઈનલ યાદી તા.22 જાન્યુઆરીએ જાહેર થશે. આવતીકાલે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ બીસીએની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે. ત્રણેય ગ્રુપ વચ્ચે થતી રણનીતિ, સંભવિત સમજૂતીઓ અને ઉમેદવારોની પસંદગી ચૂંટણીનું પરિણામ નક્કી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.



Source link

Related Articles

Back to top button