गुजरात

SIRનો ડર : મતદારોની વધઘટમાં રાજકીય પક્ષોને હાર-જીત દેખાઈ, નામ કમી કરવા બારોબાર ફોર્મ ભરાયા | SIR Fear in Gujarat: Voter List Changes Trigger Political Tension Ahead of Polls


SIR Fear in Gujarat: ગુજરાતમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ની કામગીરી હજુ આટોપાઈ નથી. ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થયા બાદ જે રીતે મતદારોની સંખ્યામાં ધરખમ વધારો-ઘટાડો થયો છે, જેના કારણે વર્તમાન ધારાસભ્યો જ નહીં, રાજકીય પક્ષોને હાર-જીત દેખાવવા માંડી છે. આ કારણોસર મતદારોની સંખ્યા ઘટાડવા માટે કાવાદાવા રચાયા છે. મતદાર યાદીમાંથી નામ કમી કરવાના ઇરાદે બારોબાર ફોર્મ-7 ભરી દેવાતાં કેટલીય વિધાનસભા બેઠકો પર હંગામો મચ્યો છે. આ મામલે છેક કેન્દ્રીય ચૂંટણીપંચ સુધી ફરિયાદો પહોંચી છે.

SIRનો ડર : મતદારોની વધઘટમાં રાજકીય પક્ષોને હાર-જીત દેખાઈ, નામ કમી કરવા બારોબાર ફોર્મ ભરાયા 2 - image

વિધાનસભા બેઠકો પર મતદારોની સંખ્યા ઘટી

ગુજરાતમાં કુલ મળીને 70 લાખ મતદારોનુ મેપિંગ થઇ શક્યું નથી. રાજ્ય ચૂંટણીપંચે મતદારો પાસે નોટિસ પાઠવી પુરાવા માંગ્યા છે. માત્ર અમદાવાદ શહેરની જ મોટાભાગની વિધાનસભા બેઠકો પર મતદારોની સંખ્યા ઘટી છે કેમકે, મૃત્યુ ઉપરાંત સ્થળાંતરને કારણે મતદારો ઘટ્યોં છે. મતદારોની સંખ્યામાં થયેલી વધ ઘટ જ હવે વિધાનસભા બેઠકમાં હાર-જીત નક્કી કરશે. આ કારણોસર રાજકીય પક્ષોએ કાવાદાવા રચવા પડ્યાં છે.

આ પણ વાંચો: વડોદરાથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી જતા સ્ટેટ હાઈવે માટે 15 લાખ હેક્ટર જમીન સરકાર હસ્તગત કરશે

બીએલઓએ ફોર્મ-7 ભરીને જમા કરાવ્યા

જાણવા મળ્યું કે, રાજકીય પક્ષોના બીએલઓએ બારોબાર ફોર્મ-7 ભરીને જમા કરાવ્યા છે. આધાર-પુરાવા વિના મતદાર યાદીમાંથી નામ કમી કરવા ફોર્મ-7 મતદારની જાણ બહાર ભરી દેવાયુ છે. એક બીએલઓ 10 ફોર્મ જમા કરાવી શકે છે. પણ છેલ્લાં ત્રણેક દિવસમાં અમદાવાદ શહેરમાં વિવિધ વિધાનસભા બેઠકો પર મતદારોની સંખ્યા ઘટાડવા હજારો ફોર્મ-7 ભરાયાં છે. કાયદાની જોગવાઈ છેકે, જો ખોટી માહિતી આપવામાં આવે તો, જે વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોધાઈ શકે છે.

મતદારોમાં જાગૃતતાને કારણે શહેરના કોટ વિસ્તારમાંથી સ્થળાંતર કરી ચૂકેલાં મતદારો તો સામે ચાલીને બે સ્થળે નામ હોય તેની ચકાસણી કરી રહ્યાં છે અને નામ રદ કરાવી રહ્યાં છે. જે વર્તમાન ધારાસભ્ય માટે હારનો સંદેશો છે. આ જોતાં ધારાસભ્ય-રાજકીય પક્ષો સક્રિય થયાં છે અને રાજકીય બીએલઓની મદદથી અન્ય પક્ષના સમર્થક મતદારોના નામ બારોબાર કમી કરાવવા મેદાને પડ્યાં છે. આ જોતાં રાજ્ય-કેન્દ્રીય ચૂંટણીપંચ સમક્ષ એવી ફરિયાદ થઈ છેકે, હાલ ફોર્મ-7 મુજબ ચકાસણી કર્યાં વિના મતદારના નામ કમી કરવા નહીં. એટલુ જ નહીં, બારોબાર મતદારોના નામ કમી કરાવનારાં સામે પોલીસ ફરિયાદ નોધો. આગામી દિવસોમાં આ મુદ્દો વિવાદનું કારણ બને તેવા એધાણ છે.



Source link

Related Articles

Back to top button