राष्ट्रीय

ઝારખંડમાં ગંભીર અકસ્માત, જાનૈયાઓ ભરેલી બસ પલટી, પાંચના મોત, અનેકને ઈજા | Jharkhand Bus Accident: 5 Dead 30 Injured as Bus Overturns in Latehar Valley



Jharkhand Bus Accident : ઝારખંડના લાતેહાર જિલ્લામાં રવિવારે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. છત્તીસગઢથી જાનૈયાઓને લઈને આવી રહેલી એક ખાનગી બસ ઓરસા ઘાટીમાં અનિયંત્રિત થઈને પલટી ગઈ હતી. આ ઘટનામાં અત્યાર સુધીમાં 5 મહિલાઓના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે 30થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાની આશંકા છે.

બસમાં 80 લોકો સવાર

પ્રાપ્ત વિગતો અનુસાર, છત્તીસગઢના બલરામપુર જિલ્લાના મહારાજગંજ ગામથી એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે આશરે 80 જેટલા લોકો બસમાં સવાર થઈને મહુઆડાંડા આવી રહ્યા હતા. ઓરસા ઘાટીના વળાંક પર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા બસ પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે, ચીસાચીસ સાંભળી સ્થાનિક ગ્રામીણો મદદ માટે દોડી આવ્યા હતા અને ખાનગી વાહનો દ્વારા ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા.

આ પણ વાંચો : BMCની ચૂંટણી બાદ ઉદ્ધવ ઠાકરેના મેસેજથી શિંદેનું ટેન્શન વધ્યું, મોટો ખેલ થવાના એંધાણ

મૃત્યુઆંક વધવાની સંભાવના

ઘટનાની જાણ થતા જ લાતેહારના એસડીએમ બિપિન કુમાર દુબે અને પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. મહુઆડાંડાની સરકારી હોસ્પિટલ ઘાયલોથી ભરાઈ ગઈ છે, જ્યાં સ્થાનિક ડોક્ટરોની સાથે ખાનગી ક્લિનિકના પ્રેક્ટિશનરો પણ ઈજાગ્રસ્તોની સારવાર કરી રહ્યા છે. કેટલાક ઈજાગ્રસ્તોની સ્થિતિ ગંભીર હોવાના કારણે મૃત્યુઆંક વધવાની સંભાવના છે.

મુખ્યમંત્રી દુઃખ વ્યક્ત કર્યું

મુખ્યમંત્રી હેમંત સોરેને ઘટના અંગે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે. તેમણે એક્સ પર પોસ્ટ કરીને જિલ્લા પ્રશાસનને પીડિતોને તાત્કાલિક સહાય પૂરી પાડવા અને ઘાયલોને શ્રેષ્ઠ સારવાર આપવા નિર્દેશ આપ્યા છે. પોલીસ અધીક્ષક કુમાર ગૌરવે જણાવ્યું હતું કે, સમગ્ર મામલાની તપાસ હાથ ધરવામાં આવી છે અને તબીબી તપાસ બાદ જ સત્તાવાર મૃત્યુઆંક જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચો : ન્યાય મળે તે પહેલા જ દુષ્કર્મ પીડિત યુવતીનું મોત, માતાએ ઠાલવી વેદના



Source link

Related Articles

Back to top button