मनोरंजन

આલિયાએ પતંગદોરીથી પક્ષીઓને ઈજાનો મુદ્દો ઉઠાવતાં ટ્રોલ થઈ | Alia get trolled for raising the issue of birds being injured by kite strings



– ભારતીય તહેવારાને કેમ નિશાન બનાવે છે તેવી ટીકા

– લોકોએ આલિયાના નાનવેજ ફૂડ આરોગતા અને લેધર જેકેટ પહેરેલા ફોટા પોસ્ટ કરી દંભી ગણાવી 

મુંબઈ : આલિયા ભટ્ટે તાજેતરમાં પતંગ  દોરીથી પંખીઓને ઈજા પહોંચે છે તે બાબતે ચિંતા વ્યક્ત  કરી હતી અને લોકોને જવાબદારીપૂર્વક તહેવાર મનાવવા  અપીલ કરી હતી. જોકે, લોકોએ તેને આ પોસ્ટ માટે ભારે ટ્રોલ કરી હતી. 

સંખ્યાબંધ લોકોએ લખ્યું હતું કે આલિયા ભટ્ટ જેવી સેલિબ્રિટીઓ  હંમેશાં ભારતીય તહેવારોને જ કેમ નિશાન બનાવે છે. કેટલાક લોકોએ તો આલિયાએ પ્રાણીના ચામડાંમાંથી બનેલાં લેધર જેકેટ પહેરેલા ફોટા શેર કર્યા હતા તો કેટલાકે આલિયા નોન વેજ ફૂડ મોજથી આરોગતી હોવાની પોસ્ટ પણ શેર કરી હતી અને  આલિયા એક નંબરની દંભી  હોવાનું કહ્યું હતું. લોકોએ કહ્યું હતું કે આલિયાનો પ્રાણીપ્રેમ ફક્ત એક ડોળ છે. કેટલાકે તો રણબીર કપૂરની ફૂડ ચોઈસનો  મુદ્દો પણ ઉઠાવ્યો હતો. 

જોકે,  આલિયાના કેટલાક  ચાહકો  તેના બચાવમાં  પણ આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આલિયાએ પતંગ ન ઉડાડવા  જોઈએ તેવી  કોઈ વાત જ કરી નથી પરંતુ તેણે તો ઘાયલ પક્ષીઓની સંભાળ લેવાની જ વાત કરી છે. 



Source link

Related Articles

Back to top button