राष्ट्रीय

VIDEO: ઈન્ટરનેટ બંધ, આગચંપી, દેખાવો… ઈરાનથી પરત આવેલા ભારતીયોએ જણાવી આપવીતી | Internet Blackout Arson Protests: Indians Back From Iran Recall Harrowing Experience



Indians Return From Iran: ઈરાનમાં અયાતુલ્લા અલી ખામેનેઈની સરકાર સામે ચાલી રહેલા હિંસક દેખાવો અને આર્થિક કટોકટી વચ્ચે ભારતીય નાગરિકો વતન પરત ફરી રહ્યા છે. દિલ્હી એરપોર્ટ પર ઉતરેલી પ્રથમ બે કોમર્શિયલ ફ્લાઇટ્સના મુસાફરોએ ઈરાનની ભયાનક વાસ્તવિકતા વર્ણવી હતી. ઈન્ટરનેટ બંધ અને શેરીઓમાં થતી હિંસાને કારણે ત્યાં રહેતા ભારતીયો ભારે અસુરક્ષાનો અનુભવ કરી રહ્યા છે.

ભારતીય મુસાફરોની આપવીતી

ઈરાનથી દિલ્હી પહોંચેલી બે ફ્લાઇટ્સ કોઈ બચાવ કામગીરીનો ભાગ નહોતી, પરંતુ સામાન્ય કોમર્શિયલ ફ્લાઇટ્સ હતી. તેમ છતાં, આ ફ્લાઇટ્સમાં પાછા ફરતા ભારતીયોના અનુભવો સંકટની વાર્તા કહે છે. ભારત સરકારે પહેલાથી જ ઈરાનની બિન-આવશ્યક મુસાફરી ટાળવા માટે એક એડવાઈઝરી જાહેર કરી હતી અને હવે પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે.

આ પણ વાંચો: ‘ઈરાનની સ્થિતિ પર અમારી ચાંપતી નજર, ત્યાં ફસાયેલા ભારતીયો માટે કંઈપણ કરીશું’, વિદેશ મંત્રાલયનું નિવેદન

ઈરાનથી પરત આવેલી એક MBBS વિદ્યાર્થિનીએ જમાવ્યું કે, ‘મે દેખાવા વિશે સાંભળ્યું હતું, પરંતુ ઇન્ટરનેટના અભાવે મને સચોટ માહિતી મેળવી શકી ન હતી. ઘણાં ભારતીયોએ કહ્યું કે તેઓ પરિવારોનો સંપર્ક કરી શકતા નથી, જેના કારણે ડર અને ચિંગ વધી હતી.’ જ્યારે અન્ય એક ભારતીય નાગરિકે જમાવ્યું હતું કે, ‘જ્યારે પણ અમે બહાર જતા, ત્યારે દેખાવકારો અમારા વાહનોની સામે આવી જતા. વાતાવરણ ડરામણું હતું. ઇન્ટરનેટ નહોતું, તેથી અમે અમારા પરિવારોને જાણ કરી શકતા ન હતા કે દૂતાવાસનો સંપર્ક કરી શકતા ન હતા.’

પરત ફરતા કેટલાક ભારતીઓએ આગચંપી અને હિંસક ઘટનાઓ જોઈ હતી. જ્યારે કેટલાક લોકોએ કહ્યું કે સરકારના સમર્થકો કરતા વિરોધીઓની સંખ્યા ઓછી હતી, તેમ છતાં વાતાવરણ અશાંત હતું. શેરીઓમાં તણાવ વધારે હતો અને અચાનક પરિસ્થિતિ વધુ ખરાબ થવાની સંભાવના હતી.

ભારતીય દૂતાવાસની સક્રિયતા

પરિસ્થિતિ વણસતા તેહરાનમાં આવેલું ભારતીય દૂતાવાસ સતત ભારતીયોના સંપર્કમાં છે. ભારત સરકારે પહેલેથી જ બિન-આવશ્યક મુસાફરી ટાળવા માટે એડવાઈઝરી જાહેર કરી છે.

ઈરાનમાં પરિસ્થિતિ કેમ બગડી?

ઈરાનમાં દેખાવોની શરૂઆત ડિસેમ્બરના અંતમાં તેહરાનના ગ્રાન્ડ બઝારથી થઈ હતી. ઈરાની ચલણ ‘રિયાલ’ના મૂલ્યમાં થયેલા ઐતિહાસિક ઘટાડાએ અર્થતંત્રને તોડી નાખ્યું છે. આશરે 40% થી વધુ મોંઘવારી અને વધતી બેરોજગારીએ સામાન્ય જનતાની સહનશક્તિની હદ વટાવી દીધી છે. પશ્ચિમી દેશોના કડક પ્રતિબંધોને કારણે ચીજવસ્તુઓની ભારે અછત સર્જાઈ છે, જે હવે સીધો જનઆક્રોશ બનીને બહાર આવી છે. અહેવાલો અનુસાર, છેલ્લા બે અઠવાડિયામાં થયેલી હિંસામાં લગભગ 3,000 લોકો માર્યા ગયા છે. યુનાઇટેડ સ્ટેટ્સ અને ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ છે.



Source link

Related Articles

Back to top button