मनोरंजन

VIDEO: ‘ગોવિંદાને ક્યારેય માફ નહીં કરું…’, સુનીતા આહૂજા એક્ટર પર ફરી ભડકી, અફેર અંગે જુઓ શું બોલી | Govinda’s Wife Sunita Ahuja Warns Him Over Extra Marital Affairs in Viral Podcast



Govinda’s Wife Sunita Ahuja Podcast Viral Video: ક્યારેક તલાક, ક્યારેક એક્સ્ટ્રા મેરિટલ અફેર… એક્ટર ગોવિંદા પ્રોફેશનલ લાઈફ કરતાં પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. જોકે, ગોવિંદા લાઈમલાઈટથી દૂર રહે છે, પરંતુ તેમની પત્ની સુનીતા આહૂજા છેલ્લા એક વર્ષથી તેમના નિવેદનને લઈને ચર્ચામાં રહી છે. તેવામાં સુનીતા એક્ટર પર ફરી ભડકી છે, ત્યારે સુનીતાએ કહ્યું કે, ‘ગોવિંદાને ક્યારે માફ નહીં કરું…’

સુનીતા આહૂજાના નિવેદનથી ફેન્સ ચોંકી ઉઠ્યા છે. ગોવિંદા-સુનીતા અલગ-અલગ રહેવાથી લઈને તલાક અને ગોવિંદાના એક્સ્ટ્રા મેરિટલ અફેરની અફવા સુધીની વાત મામલે સુનીતા બોલવાથી ક્યારેય અચકાતી નથી. ત્યારે હવે ફરી એકવાર સુનીતાએ પતિ ગોવિંદાને લઈને મોટું નિવેદન આપ્યું છે. 

ગોવિંદાને ક્યારે માફ નહીં કરું…: સુનીતા આહૂજા

સુનીતાના તાજેતરના એક પોડકાસ્ટની ક્લિપ વાઈરલ થઈ રહી છે. મિસ માલિનીના પોડકાસ્ટનો પ્રોમો શેર કરવામાં આવ્યો છે. જેમાં સુનીતા તેમના પતિ ગોવિંદાના એક્સ્ટ્રા મેરિટલ અફેરની અફવાહ પર ઈશારો કરતી જોવા મળે છે. 

વીડિયોમાં સુનિતાએ કહ્યું, “હું ગોવિંદાને માફ નહીં કરું. હું નેપાળથી છું. હું મારી ખુકુરી (છરી કે ખંજર) કાઢી નાખીશ, અને બધા મુશ્કેલીમાં મુકાઈ જશે. તેથી જ હું કહી રહી છું, સાવધાન રહેજે બેટા…” એક્સ્ટ્રા મેરિટલ અફેર પર ઈશારો કરતા સુનિતાએ કહ્યું, “આવી છોકરીઓ ઘણી આવે છે, પણ તું થોડી મૂર્ખ છે. તું 63 વર્ષની છે.”

આ પણ વાંચો: શું ખરેખર 9 વર્ષ મોટા ધનુષ સાથે લગ્ન કરશે મૃણાલ ઠાકુર? જાણો શું છે સત્ય

ગોવિંદાએ ક્યારેય પોતાના દીકરાને ટેકો આપ્યો નથી

સુનિતાએ કહ્યું, “તારે ટીનાના લગ્ન કરાવવા પડશે. યશનું કરિયર છે. તેણે ક્યારેય ગોવિંદાને અહીં કે ત્યાં ફોન કરવાનું કહ્યું નથી. ગોવિંદાએ પણ મદદ કરી નહીં. મેં ગોવિંદાને તેના મોઢા પર કહ્યું હતું કે, તું બાપ છે કે શું છે?” 





Source link

Related Articles

Back to top button