गुजरात

જામનગરની NCC ઓફિસમાં ફરજ બજાવતી બે મહિલા કર્મચારીઓને બાઈક ચાલકે હડફેટમાં લેતા બન્નેને ઈજા | 2 female employees working at NCC office in Jamnagar were hit by a bike rider



Jamnagar Accident : જામનગરમાં બેડેશ્વર વિસ્તારમાં આવેલી એન.સી.સી. ઓફિસમાં ફરજ બજાવતી હિરલ બેન દિપેશભાઈ દાઉદીયા (ઉંમર વર્ષ 22) તેમજ રીનાબેન ચૌહાણ ગઈકાલે પોતાના એકટીવા સ્કૂટરમાં બેસીને નોકરી પર જવા માટે નીકળ્યા હતા, જે દરમિયાન સેન્ટઆન્સ સ્કૂલ પાસે પૂરપાટ ઝડપે આવી રહેલા જી.જે. 10 બી.ક્યુ. 9913 નંબરના બાઈક ચાલકે એકટીવા સ્કૂટરને ઠોકર મારતાં અકસ્માત સર્જાયો હતો.

જે અકસ્માતમાં બંને મહિલા કર્મચારીઓ ઇજાગ્રસ્ત બની હતી, અને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી, જેમાં હિરલબેનને પગમાં પ્લાસ્ટર આવ્યું છે. આ અકસ્માતના બનાવ અંગે હિરલબેનના પિતા દિપેશભાઈ મગનભાઈએ બાઈક ચાલક સામે ફરિયાદ નોંધાવતાં સીટી બી. ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.



Source link

Related Articles

Back to top button