गुजरात

જામનગર જિલ્લામાં ટેકાના ભાવે ખરીદી કરવામાં આવતી મગફળીનું ચુકવણું કરવા કૃષિ મંત્રીને જિલ્લા પંચાયત પ્રમુખની રજૂઆત | jamnagar Panchayat President’s submission to Agriculture Minister to make payment for groundnuts



Jamnagar : જામનગર જિલ્લામાં ટેકાના ભાવથી ખરીદ કરેલી મગફળીનું પેમેન્ટ ખેડૂતોને ચૂકવી આપવા કૃષિમંત્રી સમક્ષ જામનગર જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

હાલમાં જામનગર જિલ્લામાં વિવિધ મંડળી દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવે છે. પરંતુ જિલ્લામાં ઘણા બધા ખેડૂતોને મગફળીની ખરીદી કર્યાના એક મહિનાથી વધારે સમય થવા છતા ખેડૂતોના ખાતામાં પૈસા જમા થયા નથી.

વધુમાં હાલમાં જામજોધપુર તાલુકામાં જે મગફળીની ખરીદી કરવામાં આવે છે તે મગફળી કયા ગોડાઉનમાં નાખવી તે નકકી થયેલના હોવાથી ખરીદી કેન્દ્ર ઉપર સ્ટોક જમા થયેલ છે. આ મગફળી જયા સુધી ગોડાઉનમાં પહોંચે નહી ત્યા સુધી ખેડૂતોને પેમેન્ટ થાય નહીં. આથી જામનગર જિલ્લામાં બેંક લીંક કરવાના ખાતા તથા ગોડાઉનની સમસ્યાના કારણે હાલમાં લગભગ 31123 ખેડૂતોને પેમેન્ટ ચુકવણું બાકી છે. આથી સત્વરે  લગત વિભાગને જરૂરી સુચના આપવા જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ મેયબેન ગલાભાઈ ગરસર દ્વારા રાજ્યના કૃષિમંત્રી સમક્ષ રજૂઆત સાથે માંગણી કરવામાં આવી છે.



Source link

Related Articles

Back to top button