मनोरंजन

અનિલ કપૂર જુનિયર એનટીઆર સાથે સાઉથની ફિલ્મમાં કામ કરશે | Anil Kapoor to work with Jr NTR in a South film



– વોર ટુ પછી ફરી સ્ક્રીન શેર કરશે 

– પ્રશાંત નીલ દિગ્દર્શિત ડ્રેગન ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં હૈદરાબાદમાં શરૂ થશે 

મુંબઈ : અનિલ કપૂર સાઉથની એક ફિલ્મમાં જુનિયર એનટીઆર  સાથે કામ કરવાનો છે. આ ફિલ્મને હાલ ‘ડ્રેગન’ ટાઈટલ અપાયું છે. પ્રશાંત નીલ આ  ફિલ્મનું દિગ્દર્શન કરવાનો છે. 

ફિલમ હાલ પ્રિ પ્રોડક્શનના સ્ટેજમાં છે અને ટૂંક સમયમાં હૈદરાબાદમાં તેનું શૂટિંગ શરુ થશે. ફિલ્મની સ્ટોરી લાઈન કે અનિલ કપૂરના પાત્ર વિશે વધારે વિગતો અપાઈ નથી.

 ફિલ્મમાં ફિમેલ લીડ તરીકે ‘કાંતારા ચેપ્ટર વન’ની હિરોઈન ઋકમણિ વસંત સિલેક્ટ થઈ હોવાનું કહેવાય છે. 

અનિલ કપૂર અને જુનિયર એનટીઆર અગાઉ ‘વોર ટુ’ ફિલ્મમાં સાથે કામ કરી ચૂક્યા છે. જોકે, આ ફિલ્મ ફલોપ જતાં જુનિયર એનટીઆરએ બોલિવુડનો કોઈ પ્રોજેક્ટ નહિ સ્વીકારવાનું નક્કી કર્યું હોવાનું કહેવાય છે. 



Source link

Related Articles

Back to top button