मनोरंजन

એ આર રહેમાનનો દાવો, કોમવાદને કારણે મને બોલિવુડમાં કામ નથી મળતું | A R Rahman claims I am not getting work in Bollywood due to communalism



– બોલિવુડમાં હવે  નોન-ક્રિએટિવ લોકોનું પ્રભુત્વ  છે

– પાછલાં આઠ વષમાં બોલિવુડનું વલણ બિલકૂલ બદલાઈ ગયું હોવાના આરોપો

મુંબઈ : દિગ્ગજ ફિલ્મ  સંગીતકાર એ આર રહેમાને દાવો કર્યો છે કે હવે  કોમવાદને કારણે બોલિવુડમાં તેને ખાસ કામ મળતું  નથી. 

રહેમાને એક વાતચીતમાં કહ્યું હતું કે બોલિવુડમાં શરુઆતમાં મને કેટલીક બાબતોનો ખ્યાલ આવતો ન હતો પરંતુ પાછલાં આઠ વર્ષમાં બોલિવુડમાં બધું ઉપરતળે  થઈ ગયું છે. નોન ક્રિએટિવ લોકોનું પ્રભુત્વ થઈ ગયું છે. હવે બોલિવુડમાંથી મને ખાસ કામ મળતું નથી અને તે માટે કોમવાદ  સહિતનાં કેટલાંક પરિબળો  જવાબદાર હોઈ શકે છે એવું મને લાગી રહ્યું છે.  તેણે કહ્યું હતું  કે હવે બોલિવુડમાં જેઓ બિલકૂલ ક્રિએટિવિટી નથી ધરાવતા તેવા લોકોની ટોળકી  બની ગઈ છે. મને મોઢામોઢ કોઈ કહેતું નથી પરંતુ બાદમાં સાંભળવા મળે છે કે  અમુક ચોક્કસ પ્રોજેક્ટ માટે પહેલાં  તમારું નામ નક્કી થયું હતું પરંતુ હવે  બીજા કેટલાક કમ્પોઝર  પાસે મ્યુઝિક તૈયાર કરાવવાનું નક્કી થયું છે. 

રહેમાને કહ્યું હતું કે હું એક બ્રાહ્મણ  પરંપરા  ધરાવતી  શાળામાં ભણ્યો છું અને મને  રામાયણ તથા મહાભારત વિશે પૂરતું જ્ઞાાન છે. આથી જ નિતેશ તિવારીની ‘રામાયણ’ ફિલ્મનું સંગીત કમ્પોઝ કરતી વખતે મને કોઈ તકલીફ પડી નથી. 

ઉલ્લેખનીય છે કે રહેમાને ‘રોજા’ અને ‘બોમ્બે’ સહિતની ફિલ્મો દ્વારા સમગ્ર દેશમાં લોકપ્રિય મેળવી હતી. ‘તાલ’ સહિતની હિન્દી ફિલ્મોમાં તેનું સંગીત વખણાયું હતું. 

ઓસ્કર એવોર્ડ પણ જીતી ચૂકેલા  રહેમાનનાં સંગીતમાં જોકે, હવે પહેલાં જેવો  જાદુ નહિ રહ્યો હોવાનું ફિલ્મ ચાહકોનું માનવું છે. 



Source link

Related Articles

Back to top button