गुजरात

બાવળા પાલિકાનું રૂ. 35 કરોડનું પુરાંતવાળું બજેટ સર્વાનુમતે પસાર | Bavla Municipality Rs 35 crore surplus budget unanimously passed



– કરદાતાઓ માટે વેરામાં 10 ટકા વળતરની જાહેરાત

– સીએચસી 4 રસ્તાથી રૂપાલ રોડ સુધીના માર્ગને ‘આઇકોનિક રોડ’ તરીકે વિકસાવાશે

બગોદરા : બાવળા પાલિકાનું રૂ.૩૫ કરોડનું પુરાંતવાળું બજેટ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું છે. સામાન્ય સભામાં સીએચસી ચાર રસ્તાથી રૂપાલ રોડ સુધીના માર્ગને ‘આઇકોનિક રોડ’ તરીકે વિકસાવાનો ઠરાવ મંજૂર કરાયો હતો.

બાવળા નગરપાલિકાની સામાન્ય સભામાં વર્ષ ૨૦૨૬-૨૭નું ૩૫ કરોડથી વધુનું પુરાંતવાળું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું છે. આ સભામાં ગૌરવપથ પર સ્થિત સીએચસી ચાર રસ્તાથી રૂપાલ રોડ સુધીના માર્ગને ‘આઇકોનિક રોડ’ તરીકે વિકસાવવાનો ઠરાવ પસાર કરાયો છે. આ પ્રોજેક્ટથી વાહન ચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી પણ મોટી રાહત મળશે.

નગરપાલિકાએ વેરા રિબેટ યોજના જાહેર કરી છે. કરદાતાઓ ૧ એપ્રિલ ૨૦૨૬થી ૩૦ ઓગસ્ટ ૨૦૨૬ દરમિયાન એડવાન્સ વેરો ભરશે, તેમને ચાલુ વર્ષના વેરા પર ૧૦ ટકા વળતર આપવામાં આવશે. આ ઉપરાંત સભામાં ગત ત્રિમાસિક ગાળાના હિસાબો અને સફાઈ વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા બાબતે ચર્ચાઓ કરી તેને બહાલી આપવામાં આવી હતી.



Source link

Related Articles

Back to top button