गुजरात

ગીર જંગલની વચ્ચે પ્રાંચી રોડ સ્ટેશને વિદ્યાર્થીઓ દ્વારા ટ્રેન રોકો આંદોલન | Students protest to stop train at Pranchi Road station in the middle of Gir forest



તાલાલા પંથકની જીવાદોરી સમાન 4 ટ્રેનો બંધ કરવાના વિરોધમાં  દેલવાડાથી તાલાલા આવતી પેસેન્જર ટ્રેનને અડધો કલાક સુધી રોકી રેલવે બાબુઓના મનસ્વી નિર્ણય સામે રોષ વ્યક્ત : આજે પણ ટ્રેન રોકાશે

તાલાલા ગીર, : તાલાલા પંથકની જીવાદોરી સમાન ચાર ટ્રેનો બંધ કરવાનાં નિર્ણયના વિરોધમાં ગીરના જંગલની વચ્ચે આવેલ પ્રાંચી રોડ (જંકશન) રેલ્વે સ્ટેશન ઉપર વિદ્યાર્થીઓએ દેલવાડાથી તાલાલા આવતી પેસેન્જર ટ્રેનને અડધો કલાક સુધી રોકી રેલવે બાબુઓના મનસ્વી નિર્ણય સામે રોષ પ્રગટ કર્યો હતો.

જૂનાગઢ-દેલવાડા ટ્રેન બંધ થવાથી ગ્રામીણ વિસ્તારમાંથી અભ્યાસ માટે અપડાઉન કરતા ૫૦ થી વધુ વિદ્યાર્થીઓ તથા આરોગ્ય સેવા અને સરકારી કામકાજ માટે જતી તાલાલા સહિત ત્રણ તાલુકાની મુસાફર જનતાની પરિવહન સેવા ઝુંટવાઈ જશે. આ ટ્રેન બંધ કરવાનો રેલ્વે બાબુઓ દ્રારા લેવાયેલ નિર્ણય સરમુખત્યાર અને પ્રજા વિરોધી છે. તાલાલા પંથકની જીવાદોરી સમાન ચાર ટ્રેનો બંધ કરવાનાં નિર્ણયના વિરોધમાં ગીરના જંગલની વચ્ચે આવેલ પ્રાંચી રોડ (જંકશન) રેલ્વે સ્ટેશન ઉપર વિદ્યાર્થીઓએ દેલવાડાથી તાલાલા આવતી પેસેન્જર ટ્રેનને અડધો કલાક સુધી રોકી રેલવે બાબુઓના મનસ્વી નિર્ણય સામે રોષ પ્રગટ કર્યો હતો. આ અંગે પ્રાંચી રોડ રેલવે સ્ટેશન અધિકારી આવેદનપત્ર પાઠવી  ટ્રેનો બંધ કરવાનો  નિર્ણય રદ કરી બધી જ ટ્રેનો વર્તમાન સમય પત્રક પ્રમાણે ચલાવવા આવેદનપત્રમાં માંગણી કરવામાં આવી છે. જાવંત્રી ગીર ગામના સરપંચ બ્લોચે જણાવ્યું હતું કે આ નિર્ણયનાં વિરોધમાં કાલે શનિવારે પણ પ્રાંચી રોડ રેલ્વે સ્ટેશન ઉપરથી પસાર થતી ટ્રેનોને રોકવામાં આવશે.

ગ્રામ્ય વિસ્તારની પ્રજાની સસ્તી પરિવહન સેવા છીનવાઇ જશે

જૂનાગઢ- દેલવાડા- જૂનાગઢ તથા જૂનાગઢ- વેરાવળ- જૂનાગઢ મીટરગેજ ચાર પેસેન્જર ટ્રેનો તા. 19મીથી બંધ કરવાના નિર્ણય તાલાલા પંથકના 45 ગામની પ્રજા માટે ભારે અન્યાયકારક છે. આ વિસ્તારની છેવાડાની ગરીબ અને પછાત પ્રજા માટે આ ટ્રેનો સસ્તી પરિવહન સેવા આપતી હોય ટ્રેનો બંધ થવાથી નાના પરિવારો દયાજનક સ્થિતિમાં મુકાઈ જશે. રેલ્વે વિભાગે કરેલ આ નિર્ણયની તુરંત પુન: વિચારણા કરવા તાલાલા રેલવે સલાહકાર સમિતિના સભ્ય ચારીયાએ સોરઠના સાંસદ સમક્ષ રજૂઆત કરાઇ છે.



Source link

Related Articles

Back to top button