गुजरात

જામનગર શહેર અને જિલ્લામાં આજે સવારે ઠંડીનો પારો ફરી સિંગલ ડિજિટમાં પહોંચી જતાં બેઠો ઠાર : તાપમાન 9.5 ડિગ્રી નોંધાયું | Temperature recorded at 9 5 degrees At Jamnagar city and district



Jamnagar Winter Season : જામનગર શહેર અને જિલ્લામાં મકરસંક્રાંતિના પર્વના દિવસે ઠંડીનો પારો નીચે ઉતરીને સિંગલ ડિજિટમાં આવી ગયો હતો, અને 8.5 ડિગ્રી તાપમાન નોંધાતાં મોસમનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો. જેમાં ગઈકાલે થોડી રાહત જોવા મળ્યા બાદ આજે ફરીથી ઠંડીએ ભુક્કા કાઢ્યા છે, અને ઠંડીનો પારો ફરીથી નીચે સરકીને 9.5 ડિગ્રીએ પહોંચ્યો હોવાથી કાતિલ ઠંડી પડી રહી છે, અને શહેરીજનો ઉપરાંત પશુ પક્ષીઓ થર થર કાંપ્યા છે. 

છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલી કાતિલ ઠંડીના કારણે જનજીવન પર અસર જોવા મળી રહી છે. સાથોસાથ સુસવાટા મારતા બરફીલા ઠંડા પવને રીતસર લોકોને ધ્રુજાવ્યા છે.

 ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન 20 થી 25 કિ.મી ની ઝડપે બરફીલો ઠંડો પવન ફૂંકાયો હતો, ત્યારબાદ મોડી સાંજે ભેજના પ્રમાણમાં પણ વધારો જોવા મળ્યો હતો. આજે પણ ઝાકળ ભીની સવારના કારણે ધુમ્મસભર્યું વાતાવરણ બનેલું જોવા મળ્યું હતું, અને માર્ગો પણ ભીંજાયા હતા.

 જામનગર જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલરૂમના જણાવ્યા અનુસાર આજે સવારે 8.00 વાગ્યે પુરા થતા 24.00 કલાક દરમિયાન લઘુતમ તાપમાન 9.5 ડિગ્રી રહ્યું હતું, જ્યારે મહત્તમ તાપમાન 26.0 ડીગ્રી સેન્ટ્રીગેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 70 ટકા આસપાસ રહ્યું હતું, તેમજ પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના 15 થી 20 કી.મીની ઝડપે રહી હતી.



Source link

Related Articles

Back to top button