गुजरात

ઉત્તરાયણમાં મેડિકલ ઈમરજન્સીના દર મિનિટે 4 કેસ, દોરી વાગતા 182 ઈજાગ્રસ્ત, ‘108’ ના ફોન સતત રણક્યાં | Uttarayan Sees Medical Emergencies Every Minute 182 Injured by Kite String


Uttarayan Medical Emergencies: ઉત્તરાયણના તહેવાર દરમિયાન મેડિકલ ઈમરજન્સીના કેસમાં સામાન્યદિવસો કરતાં 33.33 ટકાનો વધારો થયો છે. સામાન્ય દિવસોમાં 4423 વ્યક્તિ સામે 5897 વ્યક્તિને 108ની જરૂર પડી હતી. આમ ઉત્તરાયણના પ્રતિ મિનિટે 4 વ્યક્તિને મેડિકલ ઈમરજન્સીની જરૂર પડી હતી.

ઉત્તરાયણમાં મેડિકલ ઈમરજન્સીના દર મિનિટે 4 કેસ, દોરી વાગતા 182 ઈજાગ્રસ્ત, '108' ના ફોન સતત રણક્યાં 2 - image

ઈમરજન્સીના આંકડા પર એક નજર

આ અંગે 108 પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ગયા વર્ષે ઉત્તરાયણના મેડિકલ ઈમરજન્સીની કુલ 4479 ઘટના નોંધાઇ હતી. જેની સરખામણીએ આ વખતે આ આંકમાં પણ વધારો જોવા મળ્યો છે. આ વખતે દોરી વાગવા, મારા-મારીથી ઈજાના કેસમાં પણ વધારો જોવા મળ્યો છે. 182 લોકોને દોરી વાગવાથી ઈજા થતાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. બીજી તરફ મારા-મારીથી ઈજાના કેસ સામાન્યદિવસોમાં 140 કેસ નોંધાતા હોય છે, જેની સરખામણીએ ઉત્તરાયણમાં વધીને 538 થઈ ગયા હતા. 

ઉત્તરાયણમાં મેડિકલ ઈમરજન્સીના દર મિનિટે 4 કેસ, દોરી વાગતા 182 ઈજાગ્રસ્ત, '108' ના ફોન સતત રણક્યાં 3 - image

અમદાવાદમાં સામાન્ય દિવસોમાં સરેરાશ 32ની સામે ઉત્તરાયણના 150 લોકો મારા મારીમાં ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં લઈ જવાયા હતા. દોરી વાગવાથી ઈજાના સૌથી વધુ 67 કેસ અમદાવાદમાં નોંધાયા હતા. સુરતમાં 25, વડોદરામાં 14 લોકોને દોરી વાગ્યાના કેસ નોંધાયા છે. આ સિવાય ઊંચાઇથી પડવાના કેસમાં 92 ટકાનો વધારો થયો છે. 

ઉત્તરાયણમાં મેડિકલ ઈમરજન્સીના દર મિનિટે 4 કેસ, દોરી વાગતા 182 ઈજાગ્રસ્ત, '108' ના ફોન સતત રણક્યાં 4 - image

વાહન અકસ્માતમાં ઈજાના કેસમાં વધારા અંગે નિષ્ણાતોના મતે તહેવાર દરમિયાન વાહનવ્યવહારમાં વધારો, રસ્તા નજીક પતંગ ઉડાડવાથી થતું ધ્યાનભંગ, શહેરીવિસ્તારમાં પગપાળા અવરજવરમાં વધારો જેવા વિવિધ પરિબળો જવાબદાર છે.



Source link

Related Articles

Back to top button