ટ્રમ્પે 'અબ્રાહમ લિંકન'ને મોકલતા મધ્યપૂર્વમાં તંગદિલી


– ભડકે બળતા ઇરાનમાં ‘બળતામાં ઘી હોમવા’ અમેરિકાનો નવો કારસો
– ઈરાને કલાકો પછી એરસ્પેસ ખોલી નાંખી, દેખાવકારોને ફાંસી નહીં આપવાની જાહેરાત, મધ્ય-પૂર્વમાં અમેરિકન બેઝ પર હુમલાની ચેતવણી
– અબ્રાહમ લિંકન 8,000 સૈનિકો, 70 ફાઈટર જેટથી સજ્જ કાફલામાં અનેક ફ્રિગેટ અને પરમાણુ સબમરીન પણ સામેલ
વોશિંગ્ટન/તહેરાન : ઈરાનમાં ઈસ્લામિક શાસન વિરુદ્ધનું આંદોલન કચડી નાંખવા સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલિ ખામેનેઈએ બળપ્રયોગ કરતા હજારો નાગરિકો માર્યા ગયા છે, જેને પગલે દેખાવકારોના સમર્થનમાં આગળ આવતા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ૮,૦૦૦ સૈનિકો અને ૭૦ ફાઈટર જેટથી સજ્જ ‘અબ્રાહમ લિંકન’ જહાજ ઈરાન તરફ રવાના કરતા ફરી એક વખત મધ્ય-પૂર્વમાં તંગદિલી સર્જાઈ છે. વધુમાં ટ્રમ્પે ઈરાન પર નવા આર્થિક પ્રતિબંધો મૂકી દીધા છે. બીજીબાજુ ઈરાને અમેરિકાને કોઈપણ હુમલાના જવાબમાં મધ્ય-પૂર્વમાં અમેરિકાના બધા જ સૈન્ય બેઝને તબાહ કરી દેવાની ધમકી આપી છે.

