गुजरात

ધ્રાંગધ્રામાં ભવાની કોટન જીનમાં ભીષણ આગ લાગી | A massive fire broke out at Bhavani Cotton Gin in Dhrangadhra



ઉતરાયણના પર્વ વચ્ચે

ફાયર ફાયટરોએ દોઢ કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો

ધ્રાંગધ્રા –  ધ્રાંગધ્રા-હળવદ રોડ પર આવેલ ભવાની કોટન જીનમાં બપોરના સમયે અચાનક આગ ફાટી નીકળતા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઉતરાયણના પર્વમાં વ્યસ્ત લોકો વચ્ચે આ ઘટનાની જાણ થતાં જ ધ્રાંગધ્રા નગરપાલિકાની ફાયર ફાઇટર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

કોટન જીન હોવાને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી, પરંતુ ફાયર ટીમની દોઢ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. આ દુર્ઘટનામાં ગોડાઉનમાં રહેલો કોટનનો મોટો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો, જેનાથી જીન માલિકને મોટું આથક નુકસાન પહોંચ્યું છે. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સકટ હોવાનું અનુમાન છે. આગ ફરી ન ભભૂકે તે માટે ફાયર ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.



Source link

Related Articles

Back to top button