गुजरात

પતંગ પર્વ દરમિયાન ૨૫ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયાં ઃ એકને ગંભીર ઇજા | 25 people injured during kite festival: One seriously injured



પાટનગરમાં ૧૦૮ની સાયરનો ગુંજતી રહી

જિલ્લામાં ૧૦૮ એમ્બ્યુલન્સને મળેલા ૧૧૮ કોલ્સમાં વેહિક્યુલર ટ્રોમાના ૩૭ અને નોન વેહિક્યુલર ટ્રોમાના ૩૧ કેસનો સમાવેશ

ગાંધીનગર :  પતંગના પર્વ ઉતરાયણ દરમિયાન પાટનગરમાં ૨૫ વ્યકિતઓ ઘાયલ થતાં
તેમને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. આ પૈકીના એક
યુવાનને ગંભીર ઇજા થઇ હોવાથી તેને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલમાં ખસેડાયો હતો.
દરમિયાન સમગ્ર ગાંધીનગર જિલ્લામાં ૧૦૮ એમ્બ્યુલન્સને મળેલા ૧૧૮ કોલ્સમાં
વેહિક્યુલર ટ્રોમાના ૩૭ અને નોન વેહિક્યુલર ટ્રોમાના ૩૧ કેસનો સમાવેશ થયો હતો.

ચાઇનીઝ કે પ્લાસ્ટિકની દોરીથી પતંગ ચગાવવા પર પ્રતિબંધ
મુકવામાં આવેલો છે અને પોલીસ સહિતના તંત્રો દ્વારા આવી ઘાતક દોરીનું વેચાણ કરનારાઓ
સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. સાથે જ લોકોમાં આ મુદ્દે જાગૃતિ
ફેલાવવાના પ્રયાસો પણ કરવામાં આવતાં હોવા છતાં તેનું ઉત્પાદ્દન
, વેચાણ અને વપરાશ
બંધ કરવામાં સંપૂર્ણ સફળતા નહીં મળવાના કારણે ઉતરાયણના દિવસો દરમિયાન ઘણા લોકોને
દોરીથી ઇજા થવાના બનાવો બને છે. આ ઉપરાંત પતંગ લૂટવા માટે ર્સાત અને ધાબાઓ પર
દોડભાગ કરવા દરમિયાન ઇજા થવાના બનાવો બને છે. ગાંધીનગર શહેર વિસ્તારમાં જ આ વર્ષે
તારીખ ૧૫મી સુધીમાં પતંગની દોરીથી ઇજા થઇ હોવાના ૨૫થી વધુ કિસ્સા નોંધવામાં આવ્યા
હતાં. જેમાં ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. જેમાં એક
યુવાનને વધુ ગંભીર ઇજા પણ પહોંચી હતી.

બીજી બાજુ ઇમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સને સમગ્ર જિલ્લામાંથી
૧૧૮ કોલ મળ્યા હતાં. તેમાં વાહન અકસ્માત એટલે
, કે વેહિક્યુલર ટ્રોમાના ૩૭ અને નોન વેહિક્યુલર ટ્રોમાના ૩૧
કેસનો સમાવેશ થયો હતો. આ ઉપરાંત સ્વાસની બિમારીના ૧૧
, અજાણી સમસ્યાના
૧૪
, હ્યદયની
સમસ્યાના ૯
, ઝેરી
દવાના ૨
, પ્રેગનન્સીના
૨૦
, પેટના
દુખાવાના ૧૩
, ફીટ
આવવાના ૫ અને ભારે તાવના ૬ દર્દીને સારવારમાં ખસેડવામાં આવ્યા હતાં.



Source link

Related Articles

Back to top button