दुनिया

અમેરિકા વિરુદ્ધ ઈરાનનું એવું ‘બ્રહ્માસ્ત્ર’ જેનાથી રાતોરાત ઓઈલની કિંમતમાં ‘આગ’ લાગી શકે! ભારત પર પણ પડશે અસર | Iran Protest America Iran Issue Strait of Hormuz Global Crude Oil Prices Rise


Strait of Hormuz: ઈરાનમાં ભડકેલી હિંસા અને સરકાર વિરોધી પ્રદર્શન અને પશ્ચિમી દેશો સાથે વધતો તણાવ ફરી દુનિયા પર મોટું ઉર્જા સંકટ ઊભું કરી શકે છે. વ્યૂહાત્મક નિષ્ણાતકર્તાઓએ ચેતવણી આપી છે કે જોઈ ઈરાન વળતાં પ્રહારમાં Strait of Hormuz-સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (પાણીની સાંકડી પટ્ટી ) પર અવરોધ ઊભો કરે તો વૈશ્વિક બજારમાં કાચા તેલની કિંમતોમાં ભારે ઉછાળો આવી શકે છે. 110 ડોલર પ્રતિ બેરલની પાર કિંમત જઈ શકે છે. 

હાલ ઈરાને સરકાર વિરોધી આંદોલન અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ભડકાવવામાં આવી રહ્યું છે તેવો આરોપ જડ્યો છે. તેવા આશંકા છે કે ઈરાન આ બંને દેશો જો યુદ્ધ પર ઉતરી આવે તો જવાબી કાર્યવાહીમાં ઈરાન સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એટલે કે જળડમરુને નિશાનો બનાવી શકે છે. તેના માટે ઈરાન સમુદ્રમાં માઈંસ પાથરીને, મિસાઈલો અને ડ્રોન હુમલાઓ કરી જહાજોને પરેશાન કરી શકે છે. જે દુનિયામાં થતાં ક્રૂડ ઓઇલ/તેલ વેપારને મોટા પાયે નુકસાન પહોંચાડી શકે છે. જેની સીધી અસર ભારત સહિત એશિયાના મોટા ભાગના દેશો પર પડી શકે છે. જો કે મોટા ભાગના દેશો સ્ટ્રેટ ઓફ હોર્મુઝના રસ્તે જ તેલ વ્યાપાર કરતાં હોવાથી લાંબા સમય માટે તે બંધ રાખી શકે નહીં પણ થોડા દિવસ પણ તેલની કિંમતોમાં મોટો વધારો(પ્રતિ બેરલ 10 થી 20 ડોલર સુધી) લાવી શકે છે. 

અમેરિકા વિરુદ્ધ ઈરાનનું એવું 'બ્રહ્માસ્ત્ર' જેનાથી રાતોરાત ઓઈલની કિંમતમાં 'આગ' લાગી શકે! ભારત પર પણ પડશે અસર 2 - image
ફોટો સોર્સ: વિકિપીડિયા 

હોર્મુઝની ખાડીની એક તરફ ઈરાન અને બીજી તરફ ઓમાન છે

સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એવો સામુદ્રિક માર્ગ છે જેની એક તરફ ઈરાન અને બીજી તરફ ઓમાન છે. આ રસ્તો ફારસની ખાડી દ્વારા ઓમાનની ખાડી અને હિંદ મહાસાગરમાં અરબ સાગરને જોડે છે. 33 કિ.મી પહોળા આ જળમાર્ગને ખૂબ જ સંવેદનશિલ માનવામાં આવે છે. હાલમાં તો આ જળમાર્ગ ખુલ્લો છે, પરંતુ જો તેને બંધ કરવામાં આવે તો ઈરાન, ઈરાક, કુવૈત, સાઉદી અરબ, યુએઈ અને કતાર જેવા મોટા ક્રૂડ ઉત્પાદક દેશોની નિકાસ અટકી જાય તેમ છે. આ જળમાર્ગ બંધ થવાથી વિશ્વને મોટું નુકસાન થવાનું જ છે સાથે સાથે ભારતની હાલત પણ કફોડી થાય તેવા અણસાર દેખાઈ રહ્યા છે. ભારતની ક્રૂડની આયાતને પણ મોટો ફટકો પડી શકે છે.

ચીન અને ભારત પર મોટી અસર થઈ શકે

પેન્ટાગોનના પૂર્વ અધિકારી માઈકલ રુબિને ઇઝરાયલ-ઈરાન યુદ્ધ દરમિયાન કહ્યું હતું કે, ‘હોર્મુઝમાંથી પસાર થતા ક્રૂડ ઓઈલનો 44% હિસ્સો એશિયામાં જાય છે અને તેમાંથી મોટાભાગનું ચીન અને અમુક અંશે ભારતમાં પહોંચે છે. તેથી, થોડા સમય માટે વિક્ષેપ પડી શકે છે, પરંતુ તેનાથી આગળ અથવા લાંબા સમય સુધી આ બંધ રાખવું તે ખુદ ઈરાન માટે આત્મઘાતી પગલા જેવું હશે’. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ‘ઈરાનની અર્થવ્યવસ્થા ઈંધણ પર નિર્ભર છે અને આનો અર્થ એ છે કે હોર્મુઝને બંધ કરવાથી તેના વિરોધીઓને નુકસાન થાય તે પહેલાં તેના પોતાના અર્થતંત્રને નુકસાન થશે. રુબિને વધુમાં કહ્યું કે તેની સેના અને અર્થવ્યવસ્થા ખતમ થઈ જશે. ‘

ભારતમાં ક્રૂડ ઓઇલની કુલ માગમાંથી 80 ટકા આસપાસનો હિસ્સો આયાત કરવામાં આવે છે. જેમાંથી અંદાજિત 40 ટકા હિસ્સો મિડલ ઇસ્ટ દેશો જેમ કે ઇરાક, સાઉદી અરબ, યુએઇ, કુવૈત વગેરેમાંથી આવે છે. આ તમામ દેશો ઇરાન યુદ્ધની સ્થિતિમાં જે સ્થળને બંધ કરી શકે છે ત્યાંથી સપ્લાય થાય છે. જો ઇરાન આ રસ્તો બંધ કરી દે તો આ દેશોમાંથી ભારત આવતા ક્રૂડ ઓઇલ પુરવઠા પર અસર થઇ શકે છે. જોકે ભારત રશિયા પાસેથી પણ મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઇલ ખરીદી રહ્યું છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ કે જળડમરુ પરથી ભારત આવતી કે ભારતથી જતી અનેક શિપ્સ પસાર થાય છે. તેથી સમુદ્રી વેપાર પર માઠી અસર પડી શકે છે.

અંદાજિત દરરોજ 21 મિલિયન બેરલ ક્રૂડ આ જળમાર્ગે વિશ્વ સુધી પહોંચે છે

આ જળમાર્ગ અરબ સાગર અને ઓમાનની ખાડે જોડે છે. દુનિયાનું 20 ટકાથી વધુ ક્રૂડ આ રસ્તે જ જાય છે. અહીંયાથી દરરોજ 21 મિલિયન બેરલ ક્રૂડ ઓઈલની નિકાસ કરવામાં આવે છે. તેમાંથી 83 ટકા ક્રૂડ સૌથી વધારે ભારત, ચીન,  જેવા એશિયાના દેશો માટે વેપાર દ્વારા મોકલવામાં આવે છે. આ સિવાય દુનિયાનો એક તૃતિયાંશ(1/3) નેચરલ ગેસ પણ આ જ રસ્તે જાય છે અને તેમાં કતારની ભૂમિકા સૌથી મોટી છે. ભારત પોતાની જરૂરિયાતનું મોટાભાગનું ક્રૂડ આ રસ્તેથી જ આયાત કરે છે. તેમાં ઈરાન સહિતના મધ્ય પૂર્વના ખાડી દેશઓના સપ્લાયનો પણ સમાવેશ થાય છે. આ જળમાર્ગ એવો છે કે, તેઓ કોઈ વૈકલ્પિક રસ્તો જ નથી. તેના કારણે ઈરાન દ્વારા તેને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં શક્તિ પ્રદર્શનનો રસ્તો પણ ગણાવાયેલો છે. અહીંયા મોટા દેશોની નૌસનાઓના જહાજો હાજર રહે છે. આ રસ્તેથી અંદાજે દરરોજ 30 થી 50 જેટલા મોટા જહાજો નીકળે છે જે ક્રૂડ સપ્લાય કરે છે. 

અમેરિકા વિરુદ્ધ ઈરાનનું એવું 'બ્રહ્માસ્ત્ર' જેનાથી રાતોરાત ઓઈલની કિંમતમાં 'આગ' લાગી શકે! ભારત પર પણ પડશે અસર 3 - image
ફોટો સોર્સ : વિકિપીડિયા

ચીન ઈરાનને આ પગલું નહીં ભરવા દેશે

હવે ચાલો સમજાવીએ કે, ચીન ઈરાનને આટલું મોટું પગલું કેમ નહીં ભરવા દે? તો રુબિનના મતે ઈરાનનો સૌથી મોટો વેપારી ભાગીદાર અને તેના તેલનો સૌથી મોટો ખરીદનાર ચીન આ સમીકરણમાં શાંત પણ શક્તિશાળી ભૂમિકા ભજવે છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ સંપૂર્ણ રીતે બંધ કરવાથી ડ્રેગનની ઉર્જા સુરક્ષા ગંભીર રીતે સંકટમાં આવી જશે. આ સાથે જ Belt and Road પહેલ હેઠળ મુખ્ય સપ્લાય રૂટ્સ ખોરવાઈ જશે. તમને જણાવી દઈએ કે, ચીને ઈરાની ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ મોટું રોકાણ કર્યું છે, જેમાં તાજેતરમાં જ શિયાનથી તેહરાન સુધી ચાલુ કરવામાં આવેલી માલગાડી જેવા રેલવે સંપર્ક સામેલ છે, જેનાથી વેપાર સંપર્કને મજબૂત બનાવી શકાય. આવી સ્થિતિમાં એક એવો ક્ષેત્રીય સંઘર્ષ જે તેલ પુરવઠો બંધ કરી દે અને લોજિસ્ટિક્સ ખોરવી નાખે તે ચીનના હિતમાં તો બિલકુલ નથી.

અમેરિકા ઈરાન પર હુમલો કરે તો ભારત પર શું અસર થશે? 

– ભારત ભલે ઈરાન પાસેથી ઓઈલ નથી ખરીદતું. પણ જો અમેરિકા ઈરાન પર હુમલો કરે તો વિશ્વમાં તેલની તંગી સર્જાશે. જેના કારણે ઓઈલની કિંમતો પર પણ અસર જોવા મળી શકે છે. 

– જો ચાબહાર પોર્ટ નિષ્ક્રિય કરી દેવામાં આવ્યું તો મધ્ય એશિયા સુધી વેપારની યોજનાઓને મોટો ઝટકો લાગશે 

– જો અમેરિકાને વળતો જવાબ આપવા માટે ઈરાન ગલ્ફના અન્ય દેશો પર હુમલો કરે તો પણ સંકટ ઊભું થઈ શકે છે. યુએઈ અને કતાર જેવા દેશોમાં મોટી સંખ્યામાં ભારતીયો નોકરી કરે છે. તેમની સુરક્ષા સામે પણ ખતરો ઊભો થઈ શકે છે. 

કેમ મોંઘું થઈ જાય ઈંધણ?

ઓઈલ માર્કેટિંગ કંપનીઓ ક્રૂડ કિંમત, ફ્રેટ ચાર્જ, રિફાઈનરી કોસ્ટના આધારે પેટ્રોલ-ડિઝલના ભાવ નક્કી કરે છે. જેમાં એક્સાઈઝ ડ્યૂટી, VAT, અને ડીલર કમિશન પણ જોડાય છે. ક્રૂડ મોંઘુ થાય તો પેટ્રોલ-ડિઝલના ભાવ વધે છે. તેમાં જો હોર્મુઝ બંધ થાય તો પરિવહન ખર્ચ વધશે અને પરિણામે ક્રૂડ મોંઘુ થતાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં અનેકગણો વધારો થવાની શક્યતા રહે. 



Source link

Related Articles

Back to top button