गुजरात

વાપીના રહેણાક વિસ્તારમાંથી 500 રૂપિયાની નકલી નોટ છાપવાનું કારખાનું ઝડપાયું, 2ની ધરપકડ, 4 ફરાર | Valsad Vapi News Local Crime Branch fake 500 rs note printing factory 2 accused arrested


Valsad-Vapi News: વલસાડ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે વાપીના હરિયાપાર્કમાં આવેલા નક્ષત્ર પેલેસના એક ફલેટમાં દરોડા પાડી રૂ.500ના દરની નકલી નોટ છાપવાનું કારખાનું ઝડપ્યું છે, પોલીસે ફ્લેટમાંથી રૂ.500ના દરથી નકલી 1215 નોટ, બે મોબાઈલ, રોકડા રૂ. 1580, નોટ બનાવવા ઉપયોગમાં લેવાયેલા સાધનો સહિતનો મુદ્દામાલ જપ્ત કરી મહિલા સહિત બે આરોપીની ધરપકડ કરી છે. 

બાતમી, પૂછપરછ અને કાર્યવાહી

વલસાડ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે પોલીસની ટીમ વાપીના ડુંગરા હરિયાપાર્ક વિસ્તારમાં પહોંચી હતી. જયા રોડ પર બાતમી મુજબના વર્ણનવાળા શખ્સને અટકાવી તેની તપાસ કરી હતી, 500ની નકલી નોટ મળી આવતા તેની કડક હાથે પૂછપરછ કરાઇ હતી. જે બાદ મળેલી માહિતીના આધારે પોલીસે હરિયાપાર્કના નક્ષત્ર પેલેસમાં આવેલા ફલેટમાં છાપો માર્યો હતો. પોલીસે ફલેટ માલિક છાયાદેવી સુરેશ મંડલ પાસે ફલેટ ખોલાવ્યો હતો.

વાપીના રહેણાક વિસ્તારમાંથી 500 રૂપિયાની નકલી નોટ છાપવાનું કારખાનું ઝડપાયું, 2ની ધરપકડ, 4 ફરાર 2 - image

2ની ધરપકડ, 4 ફરાર

પોલીસની ટીમ ફ્લેટમાં પ્રવેશી તપાસ કરતા ફલેટમાં રૂ.500ના દરની નકલી નોટ બનાવવાનું ગંભીર કૃત્ય કરાતું હોવાનો ઘટસ્ફોટ થયો હતો. ફલેટમાંથી રૂ.500ના દરની 1215 નોટ, કલર પ્રિન્ટર સહિતના સાધનો મળી આવ્યા હતા. પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરી બે આરોપી સંજય સોમનાથભાઈ પવાર (ઉ.વ.51, રહે. ચણોદ કોલોની, વાપી) અને ફ્લેટ માલિક છાયાદેવી સુદેશ મંડલ (ઉં.વ.40, રહે. ભડકમોરા, વાપી)ની ધરપકડ કરી હતી. પૂછપરછમાં અન્ય આરોપી દિલીપ ત્ર્યબક કાપસે, સ્વાતિ સહિત ચાર શખ્સોના નામો ખુલતા તમામને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની તપાસ આદરી છે.

આ પણ વાંચો: કચ્છ સીમા પર કોસ્ટ ગાર્ડનું મોટું ઓપરેશન: 9 પાકિસ્તાનીઓ સાથે એક બોટ જપ્ત

મહિલાને રૂ.30 લાખના રૂ.80 લાખ બનાવી આપવા લાલચ આપી હતી

આરોપી મહિલાની પૂછપરછ દરમિયાન સંજય પવારે તેના સાળા તથા અન્ય બે સાથે ફલેટ માલિક છાયાદેવી સાથે બેઠક કરાવી હતી. જે દરમિયાન વોન્ટેડ આરોપીઓએ છાયાદેવીને રૂ.500ના દરની નકલી નોટ છાપવા માટે વાતચીત કરી હતી. સાથે છાયાદેવીને રૂ.30 લાખના રૂ.80 લાખ બનાવી આપવા લાલચ આપી હતી. લાલચમાં આવી છાયાદેવીએ નકલી નોટ છાપવા માટે સાધનો ખરીદી ફલેટમાં જ કામગીરી શરૂ કરી હતી.



Source link

Related Articles

Back to top button