માર્ગ-મકાન વિભાગમાં વર્ગ-3ની 388 જગ્યા પર ભરતી: GSSSBની જાહેરાત, જાણો ફોર્મ ભરવાની તારીખ | Recruitment for Work Assistant & Draftsman posts in Roads and Buildings Department under GSSSB

GSSSB Recruitment 2026: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ(GSSSB) દ્વારા માર્ગ અને મકાન વિભાગમાં વર્ક આસીસ્ટન્ટ અને રેખનકાર વર્ગ-3ના પદ પર કુલ 388 જગ્યા પર ભરતી પ્રક્રિયાને લઈને જાહેરાત કરવામાં આવી છે. ભરતી માટે લાયકાત ધરાવતા ઉમેદવારો 16 જાન્યુઆરીથી 30 જાન્યુઆરી દરમિયાન OJAS પરથી ઓનલાઈન અરજી કરી શકશે.
વર્ક આસીસ્ટન્ટની 336 જગ્યા પર ભરતી
GSSSBની ભરતી જાહેરાત ક્રમાંક નંબર 355/202526 હેઠળ માર્ગ અને મકાન વિભાગના નિયંત્રણ હેઠળની વિવિધ વર્તુળ કચેરીઓ હસ્તકના વર્ક આસીસ્ટન્ટ વર્ગ-3 માટે કુલ 336 જગ્યા પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં અધિક્ષક ઈજનેર, સંયુક્ત નિયામક સહિતના પદ માટે અલગ-અલગ જિલ્લામાં ઉમેદવારોની ભરતી કરાશે. આ ભરતી માટે ઉમેદવારો 16 થી 30 જાન્યુઆરીની રાત્રે 11:59 સુધી સત્તાવાર વેબસાઈટ ojas.gujarat.gov.in પરથી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.

રેખનકારની 52 જગ્યા
GSSSBની ભરતી જાહેરાત ક્રમાંક નંબર 357/202526 હેઠળ રેખનકારના પદ માટે કુલ 52 જગ્યા પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ભરતી માટે કોમ્પ્યુટરની જાણકારીની સાથે સરકાર દ્વારા સ્થાપિત કોઈપણ ઔદ્યોગિક તાલીમ સંસ્થામાંથી મેળવેલ સિવિલ ડ્રાફ્ટ્સમેનમાં ઓછામાં ઓછું બે વર્ષનું પ્રમાણપત્ર હોય તેવા ઉમેદવારોને લાયક ઠેરવવામાં આવશે.

વર્ક આસીસ્ટન્ટની સંપૂર્ણ માહિતી માટે અહીં ક્લિક કરો
રેખનકારની સંપૂર્ણ માહિતી માટે અહીં ક્લિક કરો



