दुनिया

‘ગ્રીનલેન્ડ પર અમેરિકાનું જ નિયંત્રણ, તેનાથી ઓછું કંઈ ખપશે નહીં’, ડોનાલ્ડ ટ્રમ્પની સ્પષ્ટ વાત | us greenland conflict president donald trump NATO Greenland Issue Denmark


US-Greenland Issue Update: વેનેઝુએલા બાદ અમેરિકા હાલ ઈરાન અને ગ્રીનલેન્ડને પોતાની આંગળીએ નચાવવા માંગે છે. ઈરાનમાં આંદોલનકારીઓને ભડકાવ્યા બાદ હવે રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પે ગ્રીનલેન્ડને લઈ પોતાની મનસા જાહેર કરી છે. ટ્રમ્પે કહ્યું છે કે’ ગ્રીનલેન્ડ પર અમેરિકાનું નિયંત્રણથી ઓછી કોઈ જ વસ્તુ મંજૂર નથી, આ સાથે નાટો દેશો ટાંકીને કહ્યું કે અમેરિકાને ગ્રીનલેન્ડ મળે તે માટે તેમને મદદ કરવી જોઈએ.

નાટો દેશ ગ્રીનલેન્ડ મુદ્દે અમેરિકાની મદદમાં આવે

ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર જણાવ્યું કે, ‘નાટોએ અમેરિકાને ગ્રીનલેન્ડને પ્રાપ્ત કરવામાં મદદ કરવી જોઈએ, અમેરિકાના નિયંત્રણથી ઓછું ખપે તેમ નથી એટલે કે અસ્વીકાર્ય છે. અમેરિકાને રાષ્ટ્રીય સુરક્ષા માટે ગ્રીનલેન્ડની જરૂર છે. માટે તેના પર નિયંત્રણ કરવા નાટો દેશોએ અગ્રણી ભૂમિકા ભજવવી જોઈએ નહીંતર રશિયા કે ચીન તેને હડપી લેશે. 

ટ્રમ્પે આગળ લખ્યું કે, ‘ ગ્રીનલેન્ડ જો અમેરિકાના હાથમાં આવે તો નાટો વધુ શક્તિશાળી અને પ્રભાવી બની જશે, તેનાથી ઓછું અમેરિકાને સ્વીકાર્ય જ નથી. મહત્વનું છે કે વ્હાઈટ હાઉસે ગ્રીનલેન્ડ પર બળજબરીપૂર્વક કબજો કરવાની સંભાવના નકારી કાઢી નથી, ટ્રમ્પ કોઈ પણ ભોગે ગ્રીનલેન્ડ પર અમેરિકાનું નિયંત્રણ લાવવા માંગે છે. ગ્રીનલેન્ડ હાલ ડેન્માર્કનું અર્ધ સ્વાયત ક્ષેત્ર છે. બંને દેશો અમેરિકાની મનસાનો જોરશોરથી વિરોધ કરી રહ્યા છે. 

ચર્ચાથી નિષ્કર્ષ નીકળશે?

એ પણ જણાવી દઈએ કે અમેરિકાના ઉપ રાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સ વોશિંગ્ટનમાં ડેન્માર્કના વિદેશ મંત્રી લાર્સ લોકે રાસમુસેન અને ગ્રીનલેન્ડના સમકક્ષ વિવિયન મોટઝફેલ્ડ સાથે ગ્રીનલેન્ડ મુદ્દે ચર્ચા કરવા મુલાકાત કરશે. 

'ગ્રીનલેન્ડ પર અમેરિકાનું જ નિયંત્રણ, તેનાથી ઓછું કંઈ ખપશે નહીં', ડોનાલ્ડ ટ્રમ્પની સ્પષ્ટ વાત 2 - image

‘ગ્રીનલેન્ડ વેચાઉ નથી’

ગ્રીનલેન્ડમાં સરકારના વડાને ‘પ્રીમિયર’ કહેવામાં આવે છે. હાલમાં, જેન્સ-ફ્રેડરિક નીલસન આ પદ પર છે. મંગળવારે તેમણે ડોનાલ્ડ ટ્રમ્પના ગ્રીનલેન્ડ ખરીદવાના પ્રસ્તાવને સ્પષ્ટપણે નકારી કાઢતા કહ્યું હતું કે, “ગ્રીનલેન્ડ વેચાઉ નથી. અમે અમેરિકન બનવા નથી માંગતા, અમે ડેનિશ નથી બનવા માંગતા, અમે ગ્રીનલેન્ડર જ રહેવા માંગીએ છીએ. ગ્રીનલેન્ડનું ભવિષ્ય તેના લોકો જ નક્કી કરશે.”

ટ્રમ્પ શા માટે ગ્રીનલેન્ડ ખરીદવા માંગે છે?

ડોનાલ્ડ ટ્રમ્પ લાંબા સમયથી દલીલ કરી રહ્યા છે કે ગ્રીનલેન્ડનું સ્થાન વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તે ખનીજ સંપત્તિથી ભરપૂર છે. તેમનો ડર છે કે જો અમેરિકા તેને નહીં ખરીદે તો રશિયા કે ચીન આર્કટિક ક્ષેત્રમાં પોતાનો પ્રભાવ વધારીને તેના પર કબજો કરી શકે છે. ટ્રમ્પનું માનવું છે કે આ ક્ષેત્રમાં માત્ર અમેરિકી સૈન્યની હાજરી પૂરતી નથી, પરંતુ તેની માલિકી જ અમેરિકાના હિતમાં છે.

આ પણ વાંચો: Explainer: હિમાલયમાં શિયાળામાં જ બરફનો દુકાળ, આ સ્થિતિ ગંભીર જળસંકટ સર્જે તેવી શક્યતા

નાટો તૂટશે કે સાથ આપશે?

હાલમાં ગ્રીનલેન્ડ મુદ્દે અમેરિકાના નેતૃત્વ નીચેનું નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (નાટો) પણ તૂટી પડવાની સંભાવના ઊભી થઈ છે.  ડેન્માર્ક સાથે ગ્રીનલેન્ડ પણ ‘નાટો’ ગઠબંધનનું સભ્ય છે. અમેરિકા નાટો ગઠબંધનનું અગ્રીમ રાષ્ટ્ર છે. પ્રશ્ન તે છે કે, એક નાટો રાષ્ટ્ર બીજાં નાટો રાષ્ટ્ર ઉપર હુમલો કરી શકે ? બીજી તરફ ટ્રમ્પનાં આ વલણ સામે યુરોપીય રાષ્ટ્રો ડેન્માર્ક અને ગ્રીનલેન્ડની સાથે ઉભા છે. તેઓ સ્પષ્ટ કહે છે કે, ટ્રમ્પના કહેલા પ્રમાણે રશિયન અને ચાઇનીઝ યુદ્ધ જહાજો ગ્રીનલેન્ડ ફરતા ફરે છે પરંતુ તેવું કશું દેખાતું નથી. યુરોપીય દેશો કહે છે કે તે કથન ટ્રમ્પના મનનો તુક્કો જ છે, હકીકત નથી.



Source link

Related Articles

Back to top button