गुजरात

સુરેન્દ્રનગરમાં પોલીસે પતંગ-દોરીના ૨૦થી વધુ સ્ટોલમાં ચેકિંગ હાથ ધર્યું | Police conducted checks at more than 20 kite string stalls in Surendranagar



મકરસંક્રાંતિની પૂર્વ સંધ્યાએ 

વેપારીઓને ચાઈનીઝ દોરીનું વેચાણ નહીં કરવા, નાગરિકોને ધામક લાગણી દુભાય તેવા સ્લોગ ન લખવા તાકિદ

સુરેન્દ્રનગર –  સુરેન્દ્રનગરમાં મકરસંક્રાંતિની પૂર્વ સંધ્યાએ પોલીસે પતંગ-દોરીના ૨૦થી વધુ સ્ટોલમાં ચેકિંગ હાથ ધર્યું હતું. પોલીસે વેપારીઓને ચાઈનીઝ દોરીનું વેચાણ નહીં કરવા અને  નાગરિકોને ધામક લાગણી દુભાય તેવા સ્લોગ ન લખવા તાકિદ કરી હતી.

સુરેન્દ્રનગર જિલ્લામાં મકરસંક્રાંતિનું પર્વ શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે માટે પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. ખાસ કરીને પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વેચાણ અંગે મળેલી ફરિયાદોને આધારે એસ.ઓ.જી. અને સિટી પોલીસની ટીમોએ શહેરના વિવિધ વિસ્તારોમાં ૨૦થી વધુ પતંગ-દોરીના સ્ટોલ પર આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું. 

પોલીસે વેપારીઓને ચાઇનીઝ દોરી સહિતની પ્રતિબંધિત ચીજવસ્તુઓનું વેચાણ નહીં કરવા કરવા તાકિદ કરી છે. પોલીસ વિભાગ અને પીજીવીસીએલ દ્વારા નાગરિકોની સલામતી માટે ખાસ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. પતંગ પર ધામક લાગણી દુભાય તેવા સ્લોગન ન લખવા, રોડ પર પતંગ ન ચગાવવા અને ડીજેનો અવાજ મર્યાદિત રાખવા સૂચના અપાઈ છે. બીજી તરફ, પીજીવીસીએલએ વીજ લાઈન પર ફસાયેલા પતંગ કે દોરી ન ખેંચવા અપીલ કરી છે. જો કોઈ પણ વ્યક્તિ સુરક્ષાના નિયમોનો ભંગ કરશે કે શાંતિ ડહોળવાનો પ્રયાસ કરશે, તો તેની વિરુદ્ધ આકરા પગલાં ભરવાની જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું છે.



Source link

Related Articles

Back to top button