गुजरात
બાલાસિનોરમાંથી 48 ચાઇનીઝ ફીરકી સાથે એક શખ્સ ઝડપાયો | Man arrested with 48 Chinese cigarettes from Balasinore

![]()
– જયઅંબે સોસાયટીમાં પોલીસનો દરોડો
– પોલીસ દ્વારા રૂ. 36 હજારની મત્તા જપ્ત કરી ફરાર શખ્સને ઝડપી લેવા તજવીજ
બાલાસિનોર : બાલાસિનોર શહેરમાંથી પોલીસે વધુ એક શખ્સને પ્રતિબંધિત ચાઇનીઝ દોરી વેચતા ઝડપી લીધો છે. તેમજ પોલીસે રૂપિયા ૩૬ હજારનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર શખ્સને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
બાલાસિનોર ટાઉન પોલીસે મળેલી બાતમીના આધારે જયઅંબે સોસાયટીમાં દરોડો પાડીને મનોજ બાબુભાઇ મહેરા નામના શખ્સને રૂ.૩૬ હજારની કિંમતની ચાઇનીઝ દોરીની ૪૮ ફીરકી સાથે ઝડપી લીધો હતો. જેની સામે ગુનો દાખલ કરી આ કેસમાં જ ફરાર સંજય ધીરજભાઇ મહેરા નામના શખ્સને ઝડપી લેવા કવાયત હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, થોડા દિવસો પહેલાં પણ પોલીસે ટીમ્બા મહોલ્લામાંથી એક શખ્સને ચાઇનીઝ દોરીની ૩૬ ફીરકી સાથે પકડયો હતો.



