दुनिया

ઈરાનમાં આંદોલનકારીઓને ટ્રમ્પનો મેસેજ, કહ્યું- ‘તમારી મદદ રસ્તામાં છે, વિરોધ ચાલુ રાખો’ | keep protesting help on its way us president donald trump big message to iranians


Iran Protest: ઈરાનમાં સત્તાપક્ષ સામે લોકો જબરદસ્ત વિરોધ કરી રહ્યા છે તેવામાં રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. મંગળવાર(13 જાન્યુઆરી)ની રાત્રે ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર ઈરાનના આંદોલનકારીઓને કહ્યું છે કે, ‘ઈરાનના દેશભક્તો વિરોધ ચાલુ જ રાખો, પોતાની સંસ્થાઓ પર કબજો કરો, હત્યારો અને અત્યાચારીઓના નામ સુરક્ષિત રાખો, જેની તેમણે ભારે કિંમત ચૂકવવી પડશે’

‘મદદ રસ્તામાં છે’: રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ

વધુમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ‘ જ્યાં સુધી વિરોધ કરનાર આંદોલનકારીઓની હત્યા બંધ નહીં થાય ત્યાં સુધી ઈરાની અધિકારીઓ સાથેની તમામ બેઠક મેં રદ કરી દીધી છે. મદદ રસ્તા છે, જો કે અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખે એ ચોખવટ નથી કરી કે મદદ રસ્તામાં છે તેનો સટીક મતલબ શું થાય? ટ્રમ્પના આ નિવેદનથી ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ વધી ગયો છે. આ પહેલા પણ ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકન સેના ઈરાન સામે કડક કાર્યવાહી કરવાનો વિચાર કરી રહી છે. 

ઈરાનમાં આંદોલનકારીઓને ટ્રમ્પનો મેસેજ, કહ્યું- 'તમારી મદદ રસ્તામાં છે, વિરોધ ચાલુ રાખો' 2 - image

વાતચીત અને જંગ બનેં માટે તૈયાર

વ્હાઈટ હાઉસની પ્રેસ સચિવ કૈરોલીન લીવિટે 12 જાન્યુઆરીના રોજ કહ્યું હતું કે, ‘ઈરાન પર એરસ્ટ્રાઈકએ ઘણા વિકલ્પોમાંથી એક છે જેના પર ટ્રમ્પ વિચાર કરી રહ્યા છે, જો કે તેમણે એક ટાંક્યું હતું કે કૂટનીતિ હંમેશા પહેલો વિકલ્પ રહેશે, ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસી અરાગચી કહી ચૂક્યા છે કે ઈરાન અમેરિકા સાથે વાતચીત કરવા તૈયાર છે જંગ માટે પણ તૈયાર જ છે. 

ઈરાન પર આર્થિક ફટકાબાજી

બીજી તરફ અમેરિકાની સરકારે ઈરાન સાથે વેપાર કરવાવાળા દેશો પ્રત્યે પણ કડક વલણ અપનાવ્યું છે. રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પે કહ્યું છે કે જે દેશ ઈરાન સાથે કારોબાર કરશે તેના પર અમેરિકા સાથે વેપાર કરવા વધારાનો 25 ટકા વધારે કર ભરવો પડશે. ટ્રમ્પ સતત અન્ય દેશોને ટેરિફની ધમકીઓ આપી ઈરાનને આર્થિક રીતે ફટકો આપી રહ્યા છે.

રશિયા અમેરિકા પર ભડક્યું

રશિયાએ અમેરિકાને ચેતવણી આપતા કહ્યું કે ‘ઈરાન પર ફરીથી હુમલાની ધમકી સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે, ઈરાનના આંતરિક રાજકારણમાં દખલ છે, અમેરિકાએ ધ્યાન રાખવું જોઈએ કે વર્તમાન પરિસ્થિતિ મધ્ય પૂર્વ માટે અત્યંત ખતરનાક છે અને આંતરરાષ્ટ્રીય સુરક્ષાને પણ અસર કરી શકે છે.’

આ પણ વાંચો: ગ્રીનલેન્ડને અમેરિકાનું 51મું રાજ્ય બનાવવા માટેનું વિધેયક અમેરિકી-સંસદમાં રજૂ કરાયું

2 હજારથી વધુ લોકોના મોતનો દાવો

મહત્વનું છે કે ઈરાનમાં સ્થિતિ દિવસે અને દિવસે વધારી બગડી રહી છે, વિરોધ પ્રદર્શન વધુ ભડકીને 31 પ્રાંત સુધી પહોંચી ગયું છે. રોયટર્સના રિપોર્ટ મુજબ ઈરાનમાં ઉઠેલી વિરોધની આગમાં અત્યાર સુધી 2 હજારની આસપાસ લોકોના મોત થયા છે, તેમજ 10 હજારથી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જો કે ઈરાન સરકારે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આપી નથી. 



Source link

Related Articles

Back to top button