राष्ट्रीय

Exclusive: હવે સાઉથ બ્લોક નહીં, ‘સેવાતીર્થ’થી ચાલશે દેશ; PMOના શિફ્ટિંગ માટે બે શ્રેષ્ઠ મુહૂર્ત થયા નક્કી | PM Modis New Office seva teerth Near Raisina Hill shifting muhurt


નવી દિલ્હી/અમદાવાદ: ભારતની આઝાદી બાદ પ્રથમ વખત પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) નું સરનામું બદલાવા જઈ રહ્યું છે. સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ તૈયાર થયેલા પીએમઓના નવા ભવનનું નામ ‘સેવાતીર્થ’ રાખવામાં આવ્યું છે. આ ઐતિહાસિક શિફ્ટિંગ માટેના ખાસ મુહૂર્ત અમદાવાદના 23 વર્ષીય જ્યોતિષ વિશ્વ વોરા દ્વારા નક્કી કરવામાં આવ્યા છે, જેમણે અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું મુહૂર્ત પણ આપ્યું હતું.

મકરસંક્રાંતિના મહાપુણ્ય કાળમાં થશે શ્રીગણેશ

નવા કાર્યાલયમાં શિફ્ટ થવા માટે બે મુખ્ય મુહૂર્ત આપવામાં આવ્યા છે:

• 14 જાન્યુઆરી, 2026 (બુધવાર – 3:33 pm to 5:25 pm): મકરસંક્રાંતિના દિવસે જ્યારે સૂર્ય ધન રાશિમાંથી મકરમાં પ્રવેશ કરશે, ત્યારે તે સંધ્યાકાળનો મહાપુણ્ય કાળ શિફ્ટિંગ માટે શ્રેષ્ઠ ગણાવ્યો છે.

• 15 જાન્યુઆરી, 2026 (ગુરુવાર – 12:14 pm to 12:57 pm): બીજા વિકલ્પ તરીકે વિજયી ગણાતું ‘અભિજીત મુહૂર્ત’ સૂચવવામાં આવ્યું છે.

જો કોઈ અનિવાર્ય સંજોગોમાં આ દિવસોમાં શિફ્ટિંગ ન થઈ શકે, તો 24 જાન્યુઆરી પછીના અન્ય મુહૂર્ત પર વિચાર કરવામાં આવશે.

Exclusive: હવે સાઉથ બ્લોક નહીં, 'સેવાતીર્થ'થી ચાલશે દેશ; PMOના શિફ્ટિંગ માટે બે શ્રેષ્ઠ મુહૂર્ત થયા નક્કી 2 - image

આ પણ વાંચો: વૃદ્ધ માતા-પિતાનું ધ્યાન નહીં રાખો તો 10 ટકા સેલેરી કપાશે! આ રાજ્યમાં સરકારનો કડક આદેશ

PM મોદીની કુંડળી અને ‘સત્તાના સ્થાન’નો વિશેષ સમન્વય

આ મુહૂર્તની સૌથી મોટી વિશેષતા એ છે કે તેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કુંડળી સાથે જોડવામાં આવ્યું છે. પીએમ મોદીની રાશિ અને લગ્ન વૃશ્ચિક છે, અને શિફ્ટિંગના દિવસે પણ ચંદ્ર વૃશ્ચિક રાશિમાં જ રહેશે.

વિશ્વ વોરાએ જણાવ્યું હતું કે, ‘આ ભવન ભારતનું શક્તિ કેન્દ્ર બનવાનું છે, તેથી અમે કુંડળીમાં ત્રિકોણ અને સત્તાના સ્થાનને અત્યંત બળવાન બનાવ્યા છે, જેથી અહીંથી લેવાયેલા નિર્ણયો દેશને નવી ઊંચાઈઓ પર લઈ જાય.’

Exclusive: હવે સાઉથ બ્લોક નહીં, 'સેવાતીર્થ'થી ચાલશે દેશ; PMOના શિફ્ટિંગ માટે બે શ્રેષ્ઠ મુહૂર્ત થયા નક્કી 3 - image

શું બદલાશે અને શું નહીં?

નવું નામ: પીએમઓ હવે ‘સેવાતીર્થ’ તરીકે ઓળખાશે.

કાર્યાલય: પ્રધાનમંત્રી અને તેમની આખી ટીમ સાઉથ બ્લોક છોડીને આ અત્યાધુનિક નવા બિલ્ડિંગમાં શિફ્ટ થશે.

નિવાસસ્થાન: વડાપ્રધાનનું સત્તાવાર આવાસ અત્યારે જ્યાં છે ત્યાં જ રહેશે, પરંતુ તેનું રિનોવેશન કામ આગામી 6 થી 7 મહિનામાં પૂર્ણ થશે.

ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની એસ્ટ્રોલોજિકલ ઇન્ટેલિજન્સ કમિટીમાં કાર્યરત વિશ્વ વોરાના આ મુહૂર્ત પર પીએમઓ દ્વારા અંતિમ મહોર મારી દેવામાં આવી છે.

Exclusive: હવે સાઉથ બ્લોક નહીં, 'સેવાતીર્થ'થી ચાલશે દેશ; PMOના શિફ્ટિંગ માટે બે શ્રેષ્ઠ મુહૂર્ત થયા નક્કી 4 - image

આ પણ વાંચો: ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ભારત-અમેરિકા ટ્રેડ ડીલ ફરી ટળી, વાટાઘાટો અંગે અનિશ્ચિતતા



Source link

Related Articles

Back to top button