गुजरात

કાઈટ ફેસ્ટિવલ: આ યુવક પાસે 80 લાખના પતંગોનું કલેક્શન! વિદેશના પતંગબાજોએ પણ આકર્ષણ જમાવ્યું | International Kite Festival Lights Up Ahmedabad as Global Kite Flyers Perform


Ahmedabad Kite Festival: દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ઉત્તરાયણના પર્વ પૂર્વે યોજાયેલા આ મહોત્સવમાં સ્થાનિક પતંગબાજોની સાથે સાથે અન્ય રાજ્યો અને વિદેશથી આવેલા પતંગબાજોએ પણ ભાગ લીધો છે. આકાશમાં લહેરાતા વિવિધ પતંગો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ મહોત્સવમાં પતંગબાજોએ પોતાની કલા અને અનોખા પતંગોનું પ્રદર્શન કરીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા છે.

કાઈટ ફેસ્ટિવલ: આ યુવક પાસે 80 લાખના પતંગોનું કલેક્શન! વિદેશના પતંગબાજોએ પણ આકર્ષણ જમાવ્યું 2 - image

અમદાવાદના સ્થાનિક પતંગબાજ ગોપાલ પટેલે જણાવ્યું હતું કે, ‘મારી પાસે અંદાજે 80 લાખ રૂપિયાના પતંગોનું કલેક્શન છે. જેમાં પક્ષીઓ અને દરિયાઈ જીવો જેવા કે ડોલ્ફિન, ટાઇગર ફિશ અને સ્ટિંગ રે આકારના પતંગો તૈયાર કર્યાં છે. આ પતંગો બનાવવામાં પેરાશૂટ નાયલોન મટીરિયલનો ઉપયોગ કરવામાં આવે છે, જે હલકું અને ટકાઉ હોય છે. એક મોટો પતંગ બનાવતા લગભગ દોઢ મહિનાનો સમય લાગે છે અને તેમાં 200 મીટર જેટલું કાપડ વપરાય છે. પતંગ ઉડાડવા માટે તેઓ ખાસ ‘ડાયનિમા લાઇન’ દોરીનો ઉપયોગ કરે છે, જે અત્યંત મજબૂત હોય છે.

કાઈટ ફેસ્ટિવલ: આ યુવક પાસે 80 લાખના પતંગોનું કલેક્શન! વિદેશના પતંગબાજોએ પણ આકર્ષણ જમાવ્યું 3 - image

મણિનગરથી આવેલા તુષાર ગજ્જરે તેમના પતંગોની વિશેષતા જણાવતા કહ્યું કે ‘પક્ષીઓ અને ટેકનોલોજી આધારિત નાસાના સ્પેસ શટલ આકારના પતંગો છે. આ ઉપરાંત ઓક્ટોપસ કાઇટ પણ છે જે પવનની ગતિ મુજબ ઉડાડવામાં આવે છે. સ્પેસ શટલ પતંગ ઉડાડવા માટે ઓછામાં ઓછી 20થી 25 કિ.મી.ની પવનની ગતિ જરૂરી હોય છે. આ પતંગો ખાસ નાયલોન કાપડમાંથી બનાવવામાં આવે છે, જે પવનને રોકીને પતંગને લિફ્ટ આપે છે. આ મટીરિયલ પર તડકા કે પાણીની લાંબા સમય સુધી કોઈ અસર થતી નથી.

આ પણ વાંચો: જામનગરમાં પેરાશૂટ લઈને ઊડતો યુવક સીધો વીજ વાયર પર ભટકાયો! 100 ફૂટથી નીચે પડ્યો છતાં બચી ગયો

મુંબઈથી આવેલા આઈ સર્જન ડો. નમ્રતા જોશી છેલ્લા સાત વર્ષથી આ મહોત્સવમાં ભાગ લઈ રહ્યા છે. આ વર્ષે તેઓ ખાસ અમેરિકાથી લાવેલા ડ્રેગન ફ્લાય, ડ્રેગન કાઇટ અને સ્ટિંગ રે જેવા અનોખા પતંગો લઈને આવ્યા છે. તેમણે જણાવ્યું કે તેઓ બાળપણથી જ પતંગ ઉડાડવાના શોખીન છે, પરંતુ આંતરરાષ્ટ્રીય મહોત્સવમાં તેમને ડિસ્પ્લે કાઇટ્સનું મહત્વ સમજાયું. અમદાવાદ વિશે વાત કરતા તેમણે કહ્યું કે તેમને અહીંની ઉત્તરાયણની સીઝન અને ખાસ કરીને ગુજરાતી વાનગી ‘ઊંધિયું’ ખૂબ જ પસંદ છે, જેનો તેઓ દર વર્ષે આનંદ માણે છે.



Source link

Related Articles

Back to top button